દેશમાં સીધા વિદેશી રોકાણ (એફ.ડી.આઇ.)ને આકર્ષવાની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર ફરી ટોચનું સ્થાન મેળવીને અન્ય રાજ્યોને પાછળ મૂકીને આગળ વધી ગયું છે. એવો દાવો રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કર્યો હતો.
છેલ્લા એક વર્ષમાં રાજ્યએ લગભગ રૂા.૧.૧૮ લાખ કરોડનું વિદેશી રોકાણ લાવવામાં સફળતાપૂર્વક આકર્ષિત કર્યું છે. જે મહારાષ્ટ્ર કર્ણાટક અને ગુજરાત કરતા આગળ વધી ગયું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે દાવોસમાં સમંત થયેલા રૂા.૮૦,૦૦૦ કરોડના રોકાણોની પ્રક્રિયા શરૂ થઇ છે. વર્ષોથી મહારાષ્ટ્ર એફ.ડી.આઇ.ના લાવવામાં નંબર વન રાજ્ય હતું. પરંતુ વર્ષ ૨૦૨૦-૨૧માં ગુજરાત અને વર્ષ ૨૦૨૧-૨૨માં કર્ણાટક ૨૦૨૧-૨૨માં કર્ણાટકથી પાછળ થઇ ગયું હતું.
મુખ્ય મંત્રી એકનાથ શિંદે અગાઉની મહાવિકાસ આઘાડી સરકાર પર આરોપ મૂકતા કહ્યું કે તેઓના કાર્યકાળમાં વિદેશી રોકાણ લાવવામાં નિષ્ફળ રહ્યા હતા. કેટલાક પ્રોજેક્ટ અટકી પડયા હતા. ગત એક વર્ષમાં મેં અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તમામ અડચણો દૂર કર્યો અને ફરી રાજ્યને પ્રગતિના પંથે લાવ્યા હોવાનો દાવો કર્યો હતો.