આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે સ્વતંત્રતા પર્વના અવસરે માતૃ ભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા “મારી માટી, મારો દેશ” કાર્યક્રમ યોજાશે. જે અન્વયે જિલ્લા કલેકટર ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં કલેકટર દ્વારા કાર્યક્રમની તૈયારીઓને લગતા વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા કરી હતી.
કલેકટરએ જણાવ્યું હતુ કે 9 ઓગસ્ટ થી 30 ઓગસ્ટ સુધી મુખ્ય પાંચ થીમ આધારિત મેરી માટી મેરા દેશ અભિયાનનું આયોજન કરવામાં આવનાર છે. જેનો શુભારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આગામી ૯ મી ઓગસ્ટના રોજ સોનગઢ તાલુકાના ગુણસદા, ખાતે ગ્રા.પં. ગુણસદાથી “મેરી માટી મેરા દેશ” કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવશે.
જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહે “મારી માટી, મારો દેશ” કાર્યક્રમના મુખ્ય પાંચ ભાગ અંગે વિગતે માહિતી આપી હતી.
આ પત્રકાર પરિષદમાં જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, નાયબ વનસંરક્ષક પુનિત નૈયર, માહિતી વિભાગના અધિકારી/કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થીત રહ્યા હતા.
રિપોર્ટ- વિકાસ શાહ (તાપી)