પાકિસ્તાનથી ભાગીને આવેલી સીમા હૈદરને ભાગ્યે જ કોઈ એવું હશે જે ન ઓળખતું હોય. હિન્દુસ્તાની યુવક સચિન મીણા સાથે તેની લવ સ્ટોરી એટલી ફેમસ થઈ ચૂકી છે કે, બધા જ આ કપલને ઓળખવા લાગ્યા છે. ત્યારે હવે આ બંનની લવ સ્ટોરી પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મને JANI FIREFOX પ્રોડક્શન હાઉસના મેનેજિંગ ડાયરેક્ટર અમિત જાની જ બનાવા જઈ રહ્યા છે.
ફિલ્મનું નામ હશે ‘કરાચી ટૂ નોઈડા’. પ્રાપ્ત માહિતી પ્રમાણે અમિત જાની આગામી અઠવાડિયે ‘કરાચી ટૂ નોઈડા’ ફિલ્મનું થીમ સોન્ગ લોન્ચ કરશે. આ અગાઉ તેમણે સીમાને એક બીજી ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી હતી. જેના માટે સીમા તૈયાર પણ થઈ ગઈ છે. રાજસ્થાનના ઉદયપુરમાં થયેલા ટ્રેલર કન્હૈયા લાલની હત્યા પર બનવા જઈ રહેલી આ ફિલ્મનું નામ છે ‘A Tailor Murder Story’. આ ફિલ્મમાં સીમા હૈદર RAW એજન્ટનો રોલ નિભાવતી નજર આવશે.
ગયા અઠવાડિયે જાની ફાયરફોક્સ પ્રોડક્શન હાઉસની ટીમે ગ્રેટર નોઈડા પહોંચીને સીમા હૈદર સાથે મુલાકાત કરી હતી. ટીમે સીમાનું ઓડિશન પણ લીધુ હતું. આ દરમિયાન સીમાએ ટીમના સભ્યોના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. સીમા ખૂબ ખુશ નજર આવી હતી. ફિલ્મમાં કામ કરવા માટે ઉત્સુક સીમા હૈદરનું કહેવું છે કે, તે ફિલ્મમાં કામ કરવા માંગે છે. તેઓ માત્ર UP ATS તરફથી ક્લીનચીટની રાહ જોઈ રહી છે.
અમિત જાનીને મળી રહી છે ધમકી
રફ અમિત જાનીને ધમકીઓ પણ મળવા લાગી છે. અમિત જાનીનો આરોપ છે કે, સમાજવાદી પાર્ટીના પૂર્વ પ્રવક્તા અભિષેક સોમ અને મોનુ માનેસરે તેમને ધમકી આપી છે. અભિષેકે તેમને વીડિયો દ્વારા ધમકી આપી છે કે, તે તેના ગુંડાઓ સાથે મળીને ફિલ્મના સેટ પર હુમલો કરશે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ફિલ્મ નિર્દેશક અમિત જાનીએ ટ્વીટ દ્વારા યુપી પોલીસના અધિકારીઓને આ અંગે ફરિયાદ કરી છે.