જ્યા મુસ્લિમ યુવકે તેનુ નામ બદલી યુવતી સાથે પ્રેમ સંબધ બાંધ્યો હતો. ઉપરાંત યુવતી સાથે હિન્દુ હોવાનો ઢોંગ કરી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચાર્યું હતુ. તો હાલ આ મામલે ભરૂચ તાલુકા પોલીસે યુવતીની ફરિયાદ નોંધી સિરાજ રુસ્તમ પટેલ નામક મુસ્લિમની ધરપકડ કરી છે.
ભરૂચમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચના પગુથણ ગામના 26 વર્ષીય મુસ્લિમ યુવાને હિન્દુ તરીકે ખોટા સોશિયલ મીડિયા એકાઉન્ટ અને બોગસ આધારકાર્ડ બનાવી બે વિદ્યાર્થીનીઓને પ્રેમજાળમાં ફસાવી તેમની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
હાલમાં 20 વર્ષની ઉંમરની એક વિદ્યાર્થીની કોલેજમાં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થિનીનો થોડા સમય અગાઉ મેહુલ પટેલ નામના યુવાને સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક સાધ્યો હતો. અજાણ્યો વ્યક્તિ હોવાથી યુવતીમાં પ્રારંભે હિચકિચાટ હતો. પણ બાદમાં પોતાના સમાજનો હોવાનો વિશ્વાસ અપાવતા મિત્રતા બાંધી હતી. વિદ્યાર્થીનીને લગ્ન માટે પ્રસ્તાવ મૂકી પરિવારને જાણ કરી વડીલોની મરજીથી લગ્ન કરવાના હોવાનો વિશ્વાસ અપાવી વિદ્યાર્થિનીને મનાવી તેને ભરૂચની અલગ-અલગ બે હોટલોમાં વારંવાર લઈ જઈ તેનું શારીરિક શોષણ કર્યું હતું.
દરમિયાન એક દિવસ અચાનક પીડિત યુવતીના મોબાઈલ ઉપર સિરાજ રુસ્તમ પટેલ નામના વ્યક્તિની પત્નીનો ફોન આવ્યો હતો. આ યુવતીએ પતિ સાથે આડા સંબંધનો આક્ષેપ મુક્યો હતો. આ વાતચીત બાદ શંકા જતા પીડિતાએ પોતાની ભાભીને કોલ વિશે જાણ કરી હતી. પરિવારની તપાસમાં ભાંડો ફૂટ્યો કે મેહુલ પટેલના નામે જે યુવાન પીડિતાના સંપર્કમાં છે તે અસલમાં સિરાજ રુસ્તમ પટેલ છે. જેણે કુલ બે યુવતીઓને શિકાર બનાવી હોવાની હકીકત અત્યાર સુધીમાં સામે આવી છે.
સિરાજ રુસ્તમ પટેલના કાવતરાનો પર્દાફાશ થતા તેની વિરુદ્ધ ઇ.પી.કો કલમ- ૩૭૬, ૩૧૩, ૪૧૯, ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૫૦૬(૨) મુજબ ગુનો દાખલ કરી સિરાજ રુસ્તમ પટેલ રહેવાસી પગુથણ બાપુનગર તા.જી. ભરૂચ અને હાલ રહેવાસી લીમડી નવી નગરી તા. વાગરાની તાલુકા પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.