હિંદુ ધર્મમાં તિરુમાલા તિરુપતિ વેંકટેશ્વર બાલાજી મંદિરનો પોતાનો મહિમા છે. સાત પહાડીઓ પર બનેલા આ મંદિરને ચલાવવાનું કામ એક ટ્રસ્ટ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ કરે છે. જે અહીં દર વર્ષે દાનમાં મળતા વાળથી કરોડો સેંકડો કરોડની કમાણી કરે છે. સામાન્ય રીતે દાનમાં મળતા વાળથી 120 કરોડ સુધીની કમાણી થાય છે પરંતુ આ વર્ષે આ કમાણી 150 કરોડ સુધી પહોંચી શકે છે.
તિરુપતિ મંદિરમાં લોકો પોતાના વાળ અર્પણ કરે છે. આ વેંકટેશ્વર ભગવાનની આરાધના ‘મુક્કુ’નો ભાગ છે. તિરુપતિ મંદિરમાં આવનારા ભક્તોની સંખ્યા દિવસે-દિવસે વધતી જઈ રહી છે. જેના કારણે અહીં વાળનું દાન પણ વધી રહ્યું છે અને તેના કારણે મંદિરની ઈનકમ પણ વધી રહી છે.
તિરુમતિ મંદિરમાં અત્યાર સુધી વાળના દાન માટે માત્ર કલ્યાણકટ્ટા સ્થળ જ હતું પરંતુ હવે મંદિર ટ્રસ્ટે બીજી અનેક જગ્યાઓ પર વાળના દાનની વ્યવસ્થા કરી છે. જેના કારણે એક તરફ ભક્તોને સુવિધા મળી છે તો બીજી તરફ મંદિરની ઈનકમ પણ વધી રહી છે. મંદિરની ઈનકમ છેલ્લા 5થી 6 વર્ષમાં ખૂબ જ ઝડપથી વધી રહી છે.
કેવી રીતે વાળથી કમાણી થાય છે?
મંદિર ટ્રસ્ટ વર્ષમાં 4થી 5 વખત હરાજીનું આયોજન કરે છે. જેમાં તાલાનિલા (દાનમાં મળેલા વાળ)ને પહેલા અનેક ગ્રેડમાં વહેંચવામાં આવે છે અને પછી તેની હરાજી કરવામાં આવે છે. તેમાં કલર અથવા ડાઈ કરેલા વાળ, સફેદ વાળ અને કાળા વાળ વગેરેને અલગ કરવામાં આવે છે. ત્યારબાદ તેની હરાજી ગ્રેડના આધારે કરવામાં આવે છે.
દરરોજ 1400 વાળ આવ છે
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ દરરોજ તાલાનિલાથી લગભગ 1400 કિલો વાળ એકત્ર કરે છે. જ્યારે તાલાનિલા સુકાઈને લગભગ એક ટન થઈ જાય છે. વાળોના ગ્રેડિંગનું કામ કલ્યાણકટ્ટામાં જ થઈ જાય છે. હવે કોરોના બાદ તિરુમાલા તિરુપતિના ભક્તોની સંખ્યા વધી છે એટલા માટે વાળોનું દાન પણ વધી ગયું છે.
બે વખત હરાજી થઈ ચૂકી
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ આ વર્ષે અત્યાર સુધીમાં 2 વખત વાળની હરાજી કરીને 105 કરોડ રૂપિયાની કમાણી થઈ ચૂકી છે. આવનારા દિવસોમાં 2 વધુ હરાજીથી મંદિર ટ્રસ્ટને 150 કરોડ રૂપિયાથી વધુ ઈનકમનું અનુમાન છે.