રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડે પોતાને ફાળવાયેલા સ્પેક્ટ્રમની શરતો હેઠળ નિર્ધારિત સમય પહેલાં દરેક સ્પેક્ટ્રમ બેન્ડમાં 22 લાઈસન્સ્ડ સર્વિસ એરિયામાં રોલ-આઉટની કામગીરી પૂર્ણ થઈ હોવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનિય છે કે, RJIL 17મી ઓગસ્ટ, 2022ના રોજ સ્પેક્ટ્રમની ફાળવણી કરાઈ હતી. RJILએ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ સાથે ફેઝ-1ની શરતોને પરિપૂર્ણ કરવાની દિશામાં સૂચિત વિગતોની પ્રસ્તુતિને અને 11મી ઓગસ્ટ 2023 સુધીમાં તમામ સર્કલમાં પૂર્ણ કરવાની જરૂરી DoT ટેસ્ટિંગને પૂર્ણ કરી છે.
જિયોએ લો-બેન્ડ, મિડ-બેન્ડ અને એમએમવેવ સ્પેક્ટ્રમની સફળતા હાંસલ કરી છે. આના થકી જિયોને દરેક જગ્યાએ 5જી અને દરેકના (ગ્રાહકો અને સાહસો) માટે 5જી સેવા પૂરી પાડવા સક્ષમ બનાવશે. જિયો સર્વાધિક સ્પેક્ટ્રમ ફૂટપ્રિન્ટ ધરાવે છે. જિયો પાસે 22માંના દરેક સર્કલમાં 1000 મેગાહર્ટ્ઝનો મિલિમીટરમાં વેવ બેન્ડ (26 ગીગાહર્ટ્ઝ) પણ રહેલું છે જે એન્ટરપ્રાઈસ ઉપયોગ કેસને લાગુ કરવાની સાથે સ્ટ્રીમિંગ સેવાઓ પણ પૂરી પાડે છે. આ 77મા સ્વતંત્રતા પર્વે જિયો પેન-ઈન્ડિયા એમએમવેવ-આધારિત જિયો ટ્રુ- 5જી બિઝનેસ કનેક્ટિવિટીને લાગુ કરી છે. જિયોનું માનવું છે કે, સ્ટેન્ડઅલોન ડિપ્લોયમેન્ટને કારણે જિયોના 5જી લાભોના વધારાના લેયર સાથે એમએમવેવ સ્પેક્ટ્રમ, મહત્ત્વપૂર્ણ ડિફરેન્શીયેટર છે, જે તેને 5જી-આધારિત બિઝનેસ-કનેક્ટિવિટી પૂરી પાડવા સક્ષમ બનાવે છે જેનાથી લાખો નાના, મધ્યમ, અને મોટા સાહસોને સંબોધિત કરી શકાશે.
આ પ્રસંગે રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું કે, ઉચ્ચ-ગુણત્તાશીલ 5જી સેવાઓને ઝડપથી લાગુ કરવા પરત્વે ભારત સરકાર, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ તથા 1.4 અબજ ભારતીયો પરત્વે અમારી વચનબદ્ધતાનું પાલન કરવાની સાથે અમે એ જાહેરાત કરતા ગર્વ અનુભવીએ છીએ કે, અમે 5જી સેવાઓને લાગુ કરવાની ગતિમાં ભારતને વિશ્વભરમાં અગ્રેસરતા અપાવી છે. આ સાથે અમને ફાળવાયેલા 5જી સ્પેક્ટ્રમ માટે લાગુ કરવાની લઘુતમ ફરજોને પણ અમે પરિપૂર્ણ કરી છે. ગત વર્ષે ઓગસ્ટમાં 5જી સ્પેક્ટ્રમ પ્રાપ્ત કર્યા ત્યારથી, અમારી ટીમ આ વર્ષના અંત સુધીમાં પેન-ઈન્ડિયા 5જી કવરેજ લાગુ કરવા અમે વચન આપ્યું હતું તે ગતિએ 5જી લાગુ કરવાની દિશામાં ઝડપ જાળવવાનું સુનિશ્ચિત કરવા અમે કાર્યરત રહ્યા છીએ. વિશ્વભરમાં આ સ્તરે આ સૌથી ઝડપી ગતિએ 5જી લાગુ કરાયું છે અને વૈશ્વિક 5જી નકશામાં ભારતને અગ્રગણ્ય સ્થાન અપાવનારું છે.
5જી એમએમવેવમાં અત્યંત ઊંચી બેન્ડવિથ અને નીચી લેટન્સી સામેલ છે. આનાથી અગાઉની વાયરલેસ નેટવર્કિંગ ટેકનોલોજીની તુલનામાં વધુ ઝડપી ગતિ પ્રાપ્ત થઈ શકે છે. એમએમવેવ બિઝનેસ સોલ્યુશન્સ સમાનરીતે આધારભૂત ફિક્સડ-વાયરલેસ સેવાઓ પૂરી પાડીને લીઝ લાઈન માટે બજારને વિસ્તારશે. આ સ્પેક્ટ્રમ 2 જીબીપીએસ સુધીનું અલ્ટ્રા-હાઈ-સ્પીડ બ્રોડબેન્ડ પૂરું પાડવા માટે સક્ષમ છે.