‘ધી ગ્રેટેસ્ટ સીન વ્હીચ ધ વર્લ્ડ કાન્ટ ફગીવ ઈઝ ફેલ્મોર મય ઇઝ ફરગીવન ટુ ધોઝ વ્હુ સકસીડ’ ઝેલેન્સ્કી અને યુક્રેનની સ્થિતિ જોઈએ ત્યારે મહાન ઇતિહાસકાર વિલ કરાંડના આ શબ્દો યાદ આવે છે. અમાનવીય પ્રયત્નો દ્વારા વિશ્વની એક પ્રચંડ મહાસત્તા સામે ટક્કર લઈ રહેલા ઝેલેન્સ્કી સફળ તો થયા જ નથી. શસ્ત્રો માટે ઘર ઘર ઘૂમી રહ્યાં છે. જેના વિચારે તેમણે પ્રચંડ મહાસત્તા રશિયાને પડકાર ફેંક્યો હતો, તેવા પશ્ચિમના દેશો પણ ઠાગા-ઠૈય્યા કરી ભીખ આપતા હોય તેમ તેઓના અઢળક શસ્ત્ર ભંડારમાંથી શસ્ત્રો માંડ માંડ આપે છે.
સપ્ટેમ્બર-૯ થી ૧૦ દરમિયાન યોજાનારી જી-૨૦ સમિટમાં ભારતે યુક્રેનને આમંત્રણ આપ્યું નથી. પરંતુ તેમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિત રહેવા ઝેલેન્સ્કીને છૂટ અપાશે. તેમ લાગે છે. (નક્કી કહી શકાય તેમ નથી) બાલી શિખર પરિષદમાં પણ તેઓને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઉપસ્થિત રહેવા દીધા હતા. આ વર્ષે મે મહિનામાં હીરોશીમામાં મળેલ જી-૭ સમિટમાં ભારત વિશેષ આમંત્રિત હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં ગયા હતા. ઝેલેન્સ્કી હીરોશીમા જતાં માર્ગમાં આરબ-લીગ સમિટ કોન્ફરન્સમાં વગર બોલાવે પહોંચી ગયા હતા. હીરોશીમામાં તેઓ નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા.
તાજેતરમાં ભારતે યુક્રેનની નેતાગીરી સાથે અનેક વખત ઉચ્ચ કક્ષાની મંત્રણાઓ યોજી છે. યુક્રેનના નવ-નિયુક્ત રાજદૂત ઓલેકઝાન્ડર પોલીશ યુક્રને પોતાનાં ઓળખ-મિત્રો વિદેશ મંત્રાલય સંયુક્ત સચીવ અંશુમાન ગૌરવે આમંત્રવા પડયા હતાં. (રાષ્ટ્રપતિને કે વિદેશ મંત્રીને નહિં) પોલિશચુકની નિયુક્તિ તેમના પૂરોગામી ઇગોટ પોલીખાને ઝેલેન્સ્કીને પરત બોલાવી તેમના સ્થાને કરી હતી.
ઉલ્લેખનીય છે કે ભારતનાં પ્રમુખ પદ નીચે આ જી-૨૦ દેશોની પરિષદમાં મંત્રી કક્ષાની મિટીંગ પછી સંયુક્ત નિવેદન પ્રસિદ્ધ થઈ શકયું ન હતું. છતાં વિદેશ મંત્રાલયને આશા છે, વિવિધ મંત્રાલયોમાં કાર્યકારી જૂથોની બેઠકમાં તે મંત્રાલયો સંબોધે તો સંયુક્ત નિવેદનો રજૂ થશે જ. જે ગૂ્રપ મિટીંગ દ્વારા તૈયાર કરાશે.
ઉલ્લેખનીય તે છે કે આ જી-૨૦ નેતાઓના ફોટોગ્રાફો સાથે પુતિનનો પણ ફોટોગ્રાફ છે તે દૂર કરવા પશ્ચિમના દેશો તરફથી અત્યંત દબાણ પણ થઈ રહ્યું છે. કારણ કે બાલી શિખર મંત્રણા સમયે તેમને બદલે રશિયાના વિદેશ મંત્રી સર્જી તેવરોવ ઉપસ્થિતિ રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ જી-૨૦ શિખર પરિષદમાં તમામ આમંત્રિત નેતાઓનાં નામ G-20 ની વેબસાઈટ પર મુકાયાં છે સાથે તેઓના ફોટોગ્રાફસ પણ મુકાયા છે.
આ જી-૨૦ નેતાઓનાં નામ અને ફોટોગ્રાફસની સાથે રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિનનો પણ ફોટોગ્રાફ છે નામ હોય તે સહજ છે. પશ્ચિમના દેશો દ્વારા પુતિનનું નામ અને ફોટોગ્રાફ દૂર કરવા અત્યંત દબાણ થઈ રહ્યું છે.