મહારાષ્ટ્રમાં કોંગ્રેસી નેતા વિજય વડેટ્ટીવારે આજે કહ્યું કે, માહારાષ્ટ્રમાં જે જે થઈ રહ્યું છે તે યોગ્ય નથી. તેમણે દાવો કર્યો કે, આ સરકાર લાંબા સમય સુધી નહીં ચાલશે. તેમણે કહ્યું કે, ત્યાં 3 પાર્ટીઓની સરકાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે, આ ત્રણેય મહત્વકાંક્ષી છે. બધાને પોત-પોતાની પડી છે. જેટલું મળે એટલું એકઠુ કરી લેવું, જેટલું મળે એટલું ખાઈ લેવું. ભાડમાં જાઈ જનતા અને ભાડમાં જાઈ ખેડૂતો.
કોંગ્રેસી નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું કે, મહારાષ્ટ્રમાં સીએમની ખુરશી જોખમમાં છે. હું કહી શકું છું કે, સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના સીએમ બદલાઈ જશે.
#WATCH | Vijay Wadettiwar, LoP Maharashtra & Congress leader, says, "What's happening in Maharashtra is not right…This government will not last…There is danger to the main chair (CM) in Maharashtra. I can say there will be a change in the main chair by September…" pic.twitter.com/7qZYrN7RGq
— ANI (@ANI) August 19, 2023
વિજય વડેટ્ટીવારે વધુમાં કહ્યું કે, આ લોકોને કોઈની પડી નથી. તેમને સત્તાની ભૂખ ખૂબ જ વધી ગઈ છે. આ સરકાર ટકવાની નથી. મહારાષ્ટ્રમાં જો સીએમ રહે છે તો એક ડેપ્યુટી સીએમ નથી રહેતા અને ડેપ્યુટી સીએમ રહે છે તો સીએમ નથી રહેતા. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીના ભોજન પર બોલાવવા પર ડેપ્યુટી સીએમ નથી જતાં. આનો અર્થ એ છે કે, સપ્ટેમ્બર સુધીમાં મુખ્ય ખુરશી બદલાઈ જશે. મહારાષ્ટ્રમાં સીએમની ખુરશી જોખમમાં છે અને સપ્ટેમ્બર સુધીમાં તે બદલાઈ જશે.
આ પહેલા ગઈ કાલે વિપક્ષના નેતા વડેટ્ટીવારે ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. મુંબઈમાં યોજાનારી INDIA ગઠબંધનની બેઠકને ધ્યાનમાં રાખતા આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. 26 વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન INDIAની ત્રીજી બેઠક 31 ઓગષ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં આયોજિત કરવામાં આવી રહી છે. આ બેઠકમાં ગઠબંધન દ્વારા આગામી લોકસભા ચૂંટણીને લઈને અનેક નવા નિર્ણયો લેવામાં આવી શકે છે. આ બેઠકમાં પ્રમુખ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ભાગ લઈ શકે છે.