ભારે વરસાદને લીધે આજે સવારથી ગુરુગ્રામના અમુક ભાગોમાં પાણી જ પાણી થઈ ગયું હતું. લોકોએ ઠેર ઠેર કેડસમા પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસ વે ઉપર પણ પાણી ભરાઈ જવાના વીડિયો વાયરલ થયા હતા. જેમાં લોકોને રોડ ઉપર પણ કેડસમા પાણીમાંથી પસાર થતા જોઈ શકાય છે. કેટલાક લોકો તો કારને ત્યાં જ ઊભી રાખી તેની છત પર બેસી ગયા હતા.
#WATCH | Haryana: Severe waterlogging witnessed in parts of Gurugram due to heavy rainfall.
(Visuals from Delhi-Gurugram Expressway) pic.twitter.com/J2KmZVoNJY
— ANI (@ANI) August 19, 2023
સવારે દોઢ કલાક ધોધમાર વરસાદ પડ્યો
અહેવાલ અનુસાર પોલીસે કહ્યું કે દિલ્હી-જયપુર નેશનલ હાઈવેના નરસિંહપુર ભાગ સહિત ગુરુગ્રામના અનેક ભાગોમાં પાણી ભરાઈ ગયું છે. ટ્રાફિક જામના તો કોઈ અહેવાલ નહોતા મળ્યા પણ નેશનલ હાઈવે પર વાહનોની અવર-જવર ધીમી પડી ગઈ હતી અને સ્કૂલના વિદ્યાર્થીઓને અને ઓફિસ જનારા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લા વહીવટીતંત્ર અનુસાર શહેરમાં સવારે લગભગ દોઢ કલાકના સમયગાળા દરમિયાન 66 મિ.મી. વરસાદ ખાબક્યો હતો.