રિપોર્ટ- ડો.કેશુભાઈ મોરસાણિયા, મુંદ્રા
મુન્દ્રાની ઉગમણી ભાગોળે આવેલ અધ્યાત્મ સુખના સરનામામાં સમાં સ્વામી નારાયણ મંદિરે અધિકમાસ નિમિત્તે ઘનશ્યામ બાળલીલા કથાની પુર્ણાહુતિ અને બાર કલાત્મક હિંડોળાના ઉદધાટન પ્રસંગે ભુજ માંડવી અને અંજાર મંદિરેથી પધારેલા સંતોના સાનિધ્યમાં ભજન, ભક્તિ અને ભોજન નો ત્રિવેણી કાર્યક્રમ યોજાઈ ગયો.
પોતાના જીવનમાં જે કંઈ શુભ છે તે સંતો ને આભારી છે એવી અકબંધ શ્રધ્ધા ધરાવતા મુન્દ્રાના સર્વે હરિભક્તો એ ભીતર ના ભાવથી સંતો અને સાંખ્યયોગી બાઈઓને આવકાર્યા હતા. શ્રાવણમાસના શુભારંભે મુન્દ્રાના મંદિરમા શ્રીહરિ સ્વામી, ગૌલક સ્વામી, ધર્મ ચરણ સ્વામી, માધવ પ્રિય સ્વામી, દેવપ્રકાશ સ્વામીઓ એ આશિવર્ચન આપતા કહ્યું કે જીવનમા પદ ,પ્રતિષ્ઠા અને પૈસાની સાથે પરમેશ્વર ને પણ સાથે રાખીજો એમ કહીને વિશેષ શ્રાવણ મહિનામાં એક સંકલ્પ ધારણ કરી, નિત્ય મંદિરે દર્શને આવવાની અને સત્સંગની સાથે શ્રીહરિ સ્વરુપ શિવજીની વિશેષ પૂજા અર્ચના કરવાનો બોધપ્રદ અને રસપ્રદ સંવાદ કર્યો હતો. સાંખ્યયોગી સામબાઈ ફઈ ની પ્રેરણા થી મુન્દ્રાના નવનિયુક્ત એસ.પી. શ્રી વલયભાઈ વૈદ્ય આજે સંતોના દર્શને આવ્યા હતા. તેમની કાર્યકદક્ષતા માટે શ્રીહરિ સ્વામી એ એસ.પી.સાહેબ નું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે કચ્છ સ્વામી નારાયણ સંપ્રદાય એ સત્સંગ અને સેવા નો પર્યાય છે. આપતીકાળ માં મંદિરે મોટી ભૂમિકા ભજવી હતી. એસ પી. સાહેબ એ સંતોના આશીર્વાદ લયી પ્રસન્નતા અનુભવી હતી.
મંદિરમાં આગામી શ્રાવણ વદ બીજ સુધી ચાલનારા હિંડોળા ઉત્સવમાં હરિભક્તો પોતાના ઇષ્ટદેવ ને હિંડોળે ઝુલતા જોઈને રાજી થાય છે. સાંખ્યયોગી હંશાબાઈ અને ઉર્મિલાબાઈ ના માર્ગદર્શન માં ચંદ્રયાન-3 થી લઇ ને ચમચીથી સજાવેલા અવનવા બાર કલાત્મક હિંડોળાઓ એ હરિભક્તોમાં અનેરું આકર્ષણ જમાવ્યું છે.
આ અધ્યામિક આનંદોત્સવના વ્યવસ્થાયન માટે કિર્તીભાઇ પૂજારી, ટ્રસ્ટ્રી હિતેશભાઈ , રસિકભાઈ સાથે ભરતભાઈ, શિવાભાઈ , યુવક- યુવતી મંડળ સહિતનાઓ કાર્યકર્તા જોડાયા હતા.
આનંદોત્સવમાં હરિભક્ત બહેનોએ પોતાના ઇષ્ટદેવ ને રાજી કરવા પોતાના ઘરે થી વિવિધ પ્રકારે એકાવન પ્રકાર ની વાનગીઓનો અનોખો અનુકુટ્ ધરાવીને ધન્ય થયા હતા. સમગ્ર કાર્યક્રમને અંતે સૌએ સમૂહ ભોજન પ્રસાદ આરોગ્ય હતો.
ભુજ મંદિરથી પધારેલા સભાપતિ પ્રેમવલલભ સ્વામી એ હળવી માર્મિક શૈલીથી સત્સંગ સભા નું સંચાલન કરીને હકડેઠઠ ભરેલા સભાખંડમાં હરિભક્તો ને અંતિમ ક્ષણ સુધી જકડી રાખી ભગવાન અને હરિભક્તો વચ્ચે અખંડઅનેઅકબંધ શ્રધ્ધાની અનુભૂતિ કરાવી હતી.