રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ‘નારી શક્તિ’ની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘પ્રત્યેક સફળ પુરૂષની સાથે એક મહિલા રહેલી છે.’ મ્યુઝિકથી મિસાઇલ્સ સુધી નારી શક્તિએ ઘણી ઉંચાઈઓ સિદ્ધ કરી છે. તે પ્રાપ્ત કરવા માટે તેઓએ અનેકવિધ કઠીનાઈઓ અને અવરોધો પણ પાર કર્યા છે.
આર્મી વાઇવ્ઝ વેલ્ફેર એસોસિએશન (એ.ડબ્લ્યુ.ડબ્લ્યુ.એ) દ્વારા યોજાયેલા સમારોહમાં બોલતાં તેઓએ કહ્યું હતું કે આ સાથે હું જે વીર-નારીઓએ તેઓનું પ્રદાન કર્યું છે, તે સર્વે પ્રત્યે મારી આભારવશતા વ્યકત કરંો છું અને એ.ડબ્લ્યુ.ડબ્લ્યુ.એ દ્વારા પણ કરાઈ રહેલા પ્રયાસોની પ્રશંસા કરૃં છું.
આ સમારોહમાં એક સાહસિક મહિલા જેઓ એક સેના અધિકારીને પરણ્યાં હતાં તથા ઝારખંડના જ એક શિક્ષિકા જેઓ પણ એક જવાનને પરણ્યા હતાં, તેઓનાં સુખ-દુ:ખનો પણ ઉલ્લેખ કરતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેઓને ‘વીર-નારી’ તરીકે નવાજ્યાં હતાં અને જે નિશ્ચયાત્મકતાથી તેઓ જે જીવન સંઘર્ષ લડયા હતાં તેનો ઉલ્લેખ પણ કર્યો હતો.
તેઓએ ફરી કહ્યું હતું કે પ્રત્યેક સફળ પુરૂષની સાથે એક મહિલા હોય છે, તેમ ફરી કહ્યું હતું તથા અનેક મહિલાઓએ સમાજમાં આપેલા પ્રદાનનો ઉલ્લેખ કરતાં તેઓની પ્રશંસા કરી હતી.
આ સમારોહ પૂર્વે રાષ્ટ્રપતિશ્રીને મહિલાઓએ બનાવેલા સ્ટોલ્સની પણ મુલાકાતે લઈ જવાયા હતા.
આર્મી વાઇવ્ઝ વેલ્ફેર એસોસિએશન (એ.ડબ્લ્યુ.ડબ્લ્યુ.એ)નાં પ્રમુખ અર્ચના પાંડેએ સુશ્રી મુર્મુની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, ‘રાષ્ટ્રપતિ પોતે જ નારી શક્તિનું એક ભવ્ય ઉદાહરણ છે.’
આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદેવ ધનકરનાં પત્ની, સુદેશ ધનકર અને વિદેશ બાબતો તથા સાંસ્કૃતિક બાબતોનાં રાજ્ય કક્ષાનાં કેન્દ્રના મંત્રી, મીનાક્ષી લેખી ઉપસ્થિત હતા.