ભારત માટે ગઈકાલનો દિવસ ઐતિહાસિક રહ્યો હતો, કારણ કે ચંદ્રયાન 3 મિશન હેઠળ મોકલવામાં આવેલા વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને ઇતિહાસ રચી દીધો હતો. વિક્રમ લેન્ડરના ચંદ્ર પર લેન્ડિંગ બાદ ISROએ પ્રથમ તસવીર જાહેર કરી છે. લેન્ડર વિક્રમે પાવર ડિસેન્ટ દરમિયાન ચંદ્રની સપાટીની ઘણી તસવીરો લીધી હતી. આ તસવીર લેન્ડિંગ સ્થળનો એક ભાગ છે અને લેન્ડરનો મેટલ લેગ અને તેનો પડછાયો જોઈ શકાય છે.
ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સોફ્ટ લેન્ડિંગ કરનાર પહેલો દેશ બન્યો
ભારતનું ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક લેન્ડ થયું છે. સફળ ચંદ્ર મિશનએ ભારતને ચંદ્રની સપાટી પર સોફ્ટ-લેન્ડ કરવા માટે યુએસ, ચીન અને અગાઉના સોવિયેત યુનિયન પછી ચોથો દેશ બનાવ્યો છે. આ સાથે જ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સોફ્ટ લેન્ડિંગ કરનાર પહેલો દેશ બન્યો છે. હવે લેન્ડર વિક્રમે પાવર ડિસેન્ટ દરમિયાન ચંદ્રની સપાટીની ઘણી તસવીરો કેપ્ચર કરી છે. આ તસવીરોમાં લેન્ડિંગ સ્થળનો એક ભાગ અને લેન્ડરનો મેટલ લેગ અને તેનો પડછાયો જોઈ શકાય છે.
ISROએ પ્રથમ તસવીર જાહેર કરી
વિક્રમ લેન્ડરના ચંદ્ર પર લેન્ડ થયા બાદ ISROએ પ્રથમ તસવીર જાહેર કરી છે. ઇમેજ લેન્ડિંગ કેમેરાએ આ તસવીર લીધી હતી અને તેને ISRO દ્વારા રિલીઝ કરવામાં આવી હતી. વિક્રમે મોકલેલી પહેલી તસવીર તમારી સામે સ્ક્રીન પર છે. તેને ચંદ્ર પર લેન્ડિંગ કરતી વખતે વિક્રમ લેન્ડર દ્વારા લેવામાં આવી હતી. આમાં ચંદ્રની તે ખરબચડી સપાટી દેખાય છે. જેના પર વિક્રમ લેન્ડર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું. રોવર પ્રજ્ઞાન સફળ લેન્ડિંગના થોડા કલાકો બાદ લેન્ડરમાંથી બહાર નીકળી ગયું હતું.
Chandrayaan-3 Mission:
Updates:
The communication link is established between the Ch-3 Lander and MOX-ISTRAC, Bengaluru.
Here are the images from the Lander Horizontal Velocity Camera taken during the descent. #Chandrayaan_3#Ch3 pic.twitter.com/ctjpxZmbom
— ISRO (@isro) August 23, 2023
રોવર ચંદ્રની સપાટીનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરશે
પ્રજ્ઞાન રોવર વિક્રમ લેન્ડરથી જ બહાર આવ્યું છે, જે આગામી 14 દિવસ સુધી ચંદ્ર પર ચાલશે. આ રોવર ચંદ્રની સપાટીનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઈવ પ્રસારણમાં મિશનની સફળતાને વિજય ગણાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતનું સફળ ચંદ્ર મિશન માત્ર ભારતનું નથી, પરંતુ આ સફળતા સમગ્ર માનવતાનું છે. લેન્ડર વિક્રમ ગયા અઠવાડિયે તેના મોડ્યુલથી અલગ થઈ ગયું હતું અને 5 ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યા બાદથી ચંદ્રની સપાટીની તસવીરો મોકલી રહ્યું છે. હવે જ્યારે વિક્રમ લેન્ડ થઈ ગયું છે, ત્યારે સૌર-સંચાલિત રોવર પ્રજ્ઞાન સપાટીનું અન્વેષણ કરશે અને ચંદ્ર પરનો ડેટા એકત્રિત કરશે.
પ્રજ્ઞાન’ લેન્ડર ‘વિક્રમ’માંથી બહાર આવ્યું
ભારત તેના ઘણા મિશન ખૂબ ઓછા ખર્ચે ચલાવીને યુએસ અને રશિયા જેવી વૈશ્વિક અવકાશ શક્તિઓ દ્વારા નિર્ધારિત લક્ષ્યોને પાર કરી રહ્યું છે. ISRO સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે રોવર ‘પ્રજ્ઞાન’ લેન્ડર ‘વિક્રમ’માંથી બહાર આવ્યું છે અને તે હવે ચંદ્રની સપાટી પર ફરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ISROની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ‘X’ (ટ્વિટર) પરની તેમની પોસ્ટમાં કહ્યું હું ફરી એકવાર ISROની ટીમ અને દેશવાસીઓને અભિનંદન આપું છું. વિક્રમના લેન્ડિંગના થોડા કલાકો બાદ તેનું બહાર આવવું એ ચંદ્રયાન 3 ના બીજા તબક્કાની સફળતા દર્શાવે છે.