ભારત ગઈકાલે ચંદ્રયાન-3 સાથે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ બન્યો હતો. દરેક ભારતીયે તહેવારની જેમ આ ક્ષણની ઉજવણી કરી હતી. તે જ સમયે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ આ ક્ષણની ઉજવણી કરી હતી. ધોનીનો ઉજવણી કરતો વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ધોની ખાસ ક્ષણની ઉજવણી કરતો જોઈ શકાય છે.
Video of the Day, Thala Dhoni Celebrating the Successful Landing of Chandrayaan 3 !! ❤️🥳#MSDhoni | #Chandrayaan3 | #WhistlePodu
📹 via Chandrashekhar pic.twitter.com/6k018ZphQl
— Saravanan Hari 💛🦁🏏 (@CricSuperFan) August 23, 2023
ધોનીની દીકરી જીવાએ પણ કરી ઉજવણી
વાયરલ થઇ રહેલા વીડિયોમાં ધોની બ્લુ ટેન્ક ટોપ અને જિમ શોર્ટ્સમાં જોવા મળી રહ્યો છે. તે ખૂબ જ શાંત રીતે ચંદ્રયાન-3ના લેન્ડિંગની ઉજવણી કરતા જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ધોની થાઈ વડે તાળીઓ પાડી રહ્યો છે. આ ઉપરાંત ધોનીની પત્ની સાક્ષીએ પણ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેની પુત્રી જીવા ચંદ્રયાન-3ના લેન્ડિંગની ઉજવણી કરતી જોવા મળી હતી.
MS Dhoni daughter Ziva's reaction when Chandrayaan 3 landed on the moon. pic.twitter.com/PIrk9B8Mv9
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 23, 2023
આ ક્રિકેટરોએ પણ પાઠવ્યા અભિનંદન
ધોની ઉપરાંત ઘણા ક્રિકેટરોએ સોશ્યલ મીડિયા દ્વારા ચંદ્રયાન-3ના લેન્ડિંગ પર અભિનંદન પાઠવ્યા હતા. આ લિસ્ટમાં દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરથી લઈને વિરાટ કોહલી પણ સામેલ છે. સચિન તેંડુલકરે ટ્વીટમાં લખ્યું, “વિજય વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા.” આ સિવાય કોહલીએ ટ્વિટ કરી લખ્યું હતું કે, ચંદ્રયાન-3ની ટીમને અભિનંદન. તમે દેશને ગૌરવ અપાવ્યું છે. જય હિંદ!”
ભારત ચંદ્ર પર પહોંચનારો ચોથો દેશ
ભારત ચંદ્ર પર પહોંચનારો ચોથો દેશ બની ગયો છે. આ પહેલા અમેરિકા, ચીન અને રશિયા ચંદ્રની સપાટી પર ઉતરી ચૂક્યા છે. આ ઉપરાંત ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ બન્યો છે. ચંદ્રયાન-3એ ગઈકાલે સાંજે લગભગ 6:04 વાગ્યે સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું.