મણિપુર હિંસા કેસની સુનાવણી હવે ગુવાહાટી હાઈકોર્ટમાં થશે. સુપ્રીમ કોર્ટે આજે મણિપુર હિંસાના 27 કેસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને આસામની કોર્ટમાં ટ્રાન્સફર કર્યા છે.
Manipur violence: Supreme Court says at the present stage, bearing in mind the overall environment in Manipur and a need to ensure a fair process of criminal justice administration, it requests the Chief Justice of the Gauhati High Court to nominate one or more judicial officer
— ANI (@ANI) August 25, 2023
સાક્ષિઓ ઓનલાઈન જુબાની આપી શક્શે
સુપ્રીમ કોર્ટે ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને મણિપુર હિંસાના 27 મામલાઓનો સામનો કરવા માટે ગુવાહાટીમાં એક અથવા વધુ ન્યાયિક મેજિસ્ટ્રેટ અથવા સેશન્સ જજોની નિમણૂક કરવા વિનંતી કરી છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આરોપીની પેશી અને રિમાન્ડ ઓનલાઈન થશે તેમજ પીડિત અને સાક્ષિઓ કોર્ટમાં ફિઝિકલના બદલે ઘરેથી ઓનલાઈન જુબાની આપી શક્શે. આ સિવાય મણિપુરમાં સ્થાનિક મેજિસ્ટ્રેટની સામે 164 હેઠળ સાક્ષીઓ અને પીડિતોના નિવેદન પણ નોંધવામાં આવશે.
Manipur violence: Supreme Court while ordering that trial in the cases that were transferred to CBI will take place in Guwahati, says that Chief Justice of Guwahati High Court will nominate judges who are conversant with one or more languages spoken in Manipur.
— ANI (@ANI) August 25, 2023
સુપ્રીમ કોર્ટે ઈન્ટરનેટ સેવા પૂરી પાડવા નિર્દેશ આપ્યો
આ સાથે મણિપુરમાં આરોપીઓની ન્યાયિક કસ્ટડી પણ આપવામાં આવશે. આ ઉપરાંત વધુમાં સુપ્રીમ કોર્ટે મણિપુરમાં જ્યાં નિયુક્ત સ્થાનિક મેજિસ્ટ્રેટ સ્થિત છે ત્યાં ઈન્ટરનેટ સેવા પૂરી પાડવા રાજ્ય સત્તાવાળાઓને નિર્દેશ આપ્યો છે. છે. CJI ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે સોલિસિટર જનરલ તુષાર મહેતાના સૂચનો બાદ આ આદેશ આપ્યો છે. CBIના 53 અધિકારીઓ હિંસાના 17 કેસોની તપાસ કરી રહ્યા છે. જેમાં 29 મહિલાઓનો સમાવેશ થાય છે. આ અધિકારીઓને દેશભરની CBI ઓફિસમાંથી એકત્રિત કરવામાં આવ્યા છે.