click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: PM મોદી ISROની મુલાકાતે, વિદેશયાત્રાથી સીધા બેંગ્લુરુ પહોંચ્યા, જય જવાન જય અનુસંધાનનો સૂત્ર આપ્યો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > PM મોદી ISROની મુલાકાતે, વિદેશયાત્રાથી સીધા બેંગ્લુરુ પહોંચ્યા, જય જવાન જય અનુસંધાનનો સૂત્ર આપ્યો
Gujarat

PM મોદી ISROની મુલાકાતે, વિદેશયાત્રાથી સીધા બેંગ્લુરુ પહોંચ્યા, જય જવાન જય અનુસંધાનનો સૂત્ર આપ્યો

જ્યારે હું વિદેશમાં હતો ત્યારે મેં નક્કી કર્યું હતું કે જો હું ઈન્ડિયા જઈશ તો પહેલા બેંગ્લુરુ જઈશ. વડાપ્રધાન મોદીએ આ દરમિયાન ISROના કમાન્ડ સેન્ટરની મુલાકાત પણ લીધી હતી.

Last updated: 2023/08/26 at 11:14 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દિવસની વિદેશ યાત્રા પૂરી કરીને દેશ પરત ફર્યા છે, પરંતુ આ વખતે વડાપ્રધાનનું વિમાન નવી દિલ્હી આવ્યું ન હતું અને સીધું બેંગલુરુમાં લેન્ડ થયું હતું. અહીંથી વડાપ્રધાન મોદી ચંદ્રયાન-3ના ઐતિહાસિક સોફ્ટ લેન્ડિંગને ચંદ્ર પર સફળ બનાવનાર વૈજ્ઞાનિકોને મળવા ઈસરો (ISRO) પહોંચ્યા હતા.

Contents
એરપોર્ટ પર સ્વાગત કરાયુંદરેક લોકોમાં ઉત્સાહનો માહોલપીએમ મોદીએ જય વિજ્ઞાન, જય અનુસંધાનનો સૂત્ર આપ્યોISROના કમાન્ડ સેન્ટરની મુલાકાત લીધી‘ચંદ્રયાન-3નું લેન્ડિંગ પોઈન્ટ શિવ શક્તિ તરીકે ઓળખાશે’23 ઓગસ્ટને હવે નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવાશે

PM Shri @narendramodi interacts with Team ISRO on success of #Chandrayaan3 Moon mission. pic.twitter.com/Wcs1fFFuyF

— BJP (@BJP4India) August 26, 2023

એરપોર્ટ પર સ્વાગત કરાયું

એરપોર્ટ પર પીએમ મોદીના સ્વાગત માટે ભાજપના નેતાઓ અને કાર્યકરો સાથે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે જ્યારે દેશના વૈજ્ઞાનિકો દેશને આટલી મોટી ભેટ આપે છે, ત્યારે જે દ્રશ્ય મેં બેંગ્લોરમાં જોયા હતા, તે ગ્રીસ અને જોહાનિસબર્ગમાં પણ જોઈ રહ્યો છું.

PM Shri @narendramodi addresses Team ISRO on success of #Chandrayaan3 Moon mission. https://t.co/yztfKm9pDe

— BJP (@BJP4India) August 26, 2023

દરેક લોકોમાં ઉત્સાહનો માહોલ

પીએમ મોદીએ કહ્યું કે, દુનિયાના દરેક ખૂણે માત્ર ભારતીયો જ નહીં, પરંતુ જેઓ વિજ્ઞાનમાં વિશ્વાસ રાખે છે અને ભવિષ્ય જુએ છે, માનવતાને સમર્પિત તમામ લોકો આવા જોશ અને ઉત્સાહથી ભરેલા છે. જ્યારે હું વિદેશમાં હતો ત્યારે મેં નક્કી કર્યું હતું કે જો હું ઈન્ડિયા જઈશ તો પહેલા બેંગ્લુરુ જઈશ. સૌ પ્રથમ તો હું વૈજ્ઞાનિકોને નમન કરીશ.

પીએમ મોદીએ જય વિજ્ઞાન, જય અનુસંધાનનો સૂત્ર આપ્યો

પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન ‘જય જવાન, જય અનુસંધાન’ ના નારા પણ આપ્યા હતા. ત્યાં હાજર લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, હું કહીશ જય વિજ્ઞાન અને તમે કહેશો જય અનુસંધાન. પીએમ મોદીએ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનો આભાર માન્યો હતો. ત્યાં આવેલા લોકોનો આભાર માનતા પીએમ મોદીએ કહ્યું કે આ અહીં પ્રવચનો કરવાનો સમય નથી, કારણ કે મારું મન વૈજ્ઞાનિકો સુધી પહોંચવા માટે ઉત્સુક છે.

ISROના કમાન્ડ સેન્ટરની મુલાકાત લીધી

વડાપ્રધાન મોદીએ આ દરમિયાન ISROના કમાન્ડ સેન્ટરની મુલાકાત પણ લીધી હતી. આ દરમિયાન તેમની વૈજ્ઞાનિકો સાથે મુલાકાત થઈ હતી. ત્યાં ISROના ચીફે તેમને ચંદ્રયાન-3 વિશે સંપૂર્ણ માહિતી આપી હતી.

‘ચંદ્રયાન-3નું લેન્ડિંગ પોઈન્ટ શિવ શક્તિ તરીકે ઓળખાશે’

વૈજ્ઞાનિકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે તમે જાણો છો કે સ્પેસ મિશનના ટચડાઉન પોઈન્ટને નામ આપવાની વૈજ્ઞાનિક પરંપરા છે. ભારતે ચંદ્રના તે ભાગને નામ આપવાનું નક્કી કર્યું છે જેના પર આપણું ચંદ્રયાન-3 ઉતર્યું હતું. ચંદ્રયાન-3નું મૂન લેન્ડર જે જગ્યાએ લેન્ડ થયું હતું, હવે તે બિંદુ શિવ શક્તિ તરીકે ઓળખાશે.

23 ઓગસ્ટને હવે નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવાશે

બીજી જાહેરાત કરતા પીએમ મોદીએ કહ્યું કે 23 ઓગસ્ટે ભારતે ચંદ્ર પર ધ્વજ ફરકાવ્યો. હવેથી તે દિવસ ભારતમાં નેશનલ સ્પેસ ડે તરીકે મનાવાશે. વડાપ્રધાને એ પણ ધ્યાન દોર્યું કે નિષ્ણાતો કહે છે કે ભારતનો અવકાશ ઉદ્યોગ થોડા વર્ષોમાં $8 બિલિયનથી વધીને $16 બિલિયન થઈ જશે.

 

 

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: Bengaluru, Isro, Narendra Modi

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 26, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article બ્રિક્સ પરિષદ દરમિયાન મોદીએ શી-જિનપિંગ સાથે મંત્રણા કરવા સમય માંગ્યો જ નહતો : ભારત
Next Article ઇમરાનને દોષિત ઠેરવતા સેશન્સ કોર્ટના ચુકાદામાં ખામી ઃ ઇસ્લામાબાદ હાઇકોર્ટ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?