ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો એ કોઈ પણ એથ્લિટ માટે મોટી વાત છે. નીરજએ (Neeraj Chopra) ટોક્યો ઓલમ્પિકમાં જેવલિન થ્રોની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ટોક્યોમાં જીત સાથે નીરજએ ઇતિહાસ રચ્યો હતો. હાલમાં બુડાપેસ્ટમાં રમાઇ રહેલી વિશ્વ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં પ્રથમ થ્રો સાથે ફાઇનલ માટે ક્વાલિફાઇ કર્યુ હતુ અને સાથે સાથે પેરિસ માટે પણ ક્વાલિફાઇ કરી લીધુ હતુ. નીરજએ હજી સુધી વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો નથી. ગત વર્ષ વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં નીરજએ સિલ્વર મેડલ જીત્યો હતો. આ એક વર્ષમાં નીરજએ ઘણી ઉપલબ્ધિ હાંસિલ કરી છે.
નીરજે શુક્રવારે ક્વાલિફાઇંગમાં 88.77 મીટરના થ્રો સાથે ફાઇનલમાં સ્થાન મેળવ્યુ હતુ. આ થ્રો સાથે પેરિસ ઓલમ્પિક (Paris Olympics) માટે પણ ટિકિટ ફાઇનલ કરાવી દીધી હતી. નીરજ પૂરતો પ્રયત્ન કરશે કે તે 90 મીટરનો થ્રો ફેંકી શકે અને તે થ્રો સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કરી શકે. નીરજ પોતાની કારકિર્દીમાં 90 મીટરનો માર્ક પાર કરવામાં હજુ સુધી નિષ્ફળ રહ્યો છે.
નીરજે શુક્રવારે ક્વાલિફાઇંગમાં 88.77 મીટરના થ્રો સાથે ફાઇનલમાં સ્થાન મેળવ્યુ હતુ. આ થ્રો સાથે પેરિસ ઓલમ્પિક (Paris Olympics) માટે પણ ટિકિટ ફાઇનલ કરાવી દીધી હતી. નીરજ પૂરતો પ્રયત્ન કરશે કે તે 90 મીટરનો થ્રો ફેંકી શકે અને તે થ્રો સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કરી શકે. નીરજ પોતાની કારકિર્દીમાં 90 મીટરનો માર્ક પાર કરવામાં હજુ સુધી નિષ્ફળ રહ્યો છે.
399 દિવસ બાદ કરશે સ્વપ્ન પૂર્ણ
નીરજએ 24 જુલાઇ 2022 ના દિવસે વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં 88.13 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. તે ગોલ્ડ મેડલના નજીક પહોંચી ખિતાબથી ચૂકી ગયો હતો. હવે 399 દિવસ બાદ 27 ઓગસ્ટ 2023ના દિવસે તે ગોલ્ડ મેડલ જીતવાનો પ્રયત્ન કરશે. ફાઇનલમાં જો નીરજ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ થાય છે તો તે વિશ્વ ચેમ્પિયનશિપમાં અને ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર બીજો ભારતીય ખેલાડી બની જશે. ભારતના અભિનવ બિન્દ્રાએ શૂટીંગમાં 2006માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ અને 2008 માં ચીનમાં ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.
નીરજની છેલ્લા એક વર્ષમાં ઉપલબ્ધિ
છેલ્લા એક વર્ષમાં નીરજનો સફર શાનદાર રહ્યો છે. ગત વર્ષ વિશ્વ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતવા બાદ તે 26 ઓગસ્ટના રોજ લુસાને ડાયમંડ લીગમાં નંબર એકના સ્થાન પર રહ્યો હતો અને તેણે Zurich માં આયોજિત ફાઇનલ માટે ક્વાલિફાઇ કરી લીધુ હતુ. નીરજએ 89.09 ના થ્રો સાથે ક્વાલિફાઇ કર્યુ હતુ. ફાઇનલમાં નીરજ શાનદાર પ્રદર્શન સાથે ઇતિહાસ રચ્યો હચો. તેણે 88.44 મીટરના થ્રો સાથે ડાયમંડ લીગની ફાઇનલનો ખિતાબ જીત્યો હતો. તે આ ખિતાબ જીતનાર ભારતનો પ્રથમ ખેલાડી બન્યો હતો. આ સાથે તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપ-2023 માટે ક્વાલિફાઇ કર્યુ હતુ.
આ બાદ નીરજ આઠ મહિના સુધી ઇજાના કારણે હેરાન થયો હતો. આ ઇજામાંથી રિકવર થઇ રહ્યો હતો ત્યારે તેણે ડાયમંડ લીગમાં કમબેક કર્યુ હતુ. તેણે દોહામાં રમાયેલ ડાયમંડ લીગમાં 88.67 મીટરના થ્રો સાથે પ્રથમ સ્થાન મેળવ્યુ હતુ. આ બાદ આશા હતી કે તે એફબીકે ગેમ્સમાં ભાગ લેશે પણ ઇજાના કારણે તેણે નામ પાછુ ખેંચી લીધુ હતુ અને પાવો ગેમ્સમાં પણ ઇજાના કારણે નીરજ ભાગ લઇ શક્યો ન હતો. તે નેશનલ ઇન્ટર સ્ટેટ સીનિયર એથલેટિક્સ ચેમ્પિયનશિપમાંથી પણ બહાર રહ્યો હતો. આ દરમિયાન તેને મસલ સ્ટ્રેનની સમસ્યા થઇ ગઇ હતી.
નીરજ બન્યો નંબર-1
મે મહિનામાં દોહા ડાયમંડ લીગમાં નંબર-1 બનવા બાદ નીરજને વર્લ્ડ એથલેટિક્સ દ્વારા જાહેર કરેલ રેન્કિંગમાં પ્રથમ સ્થાન મળ્યુ હતુ. જૂનમાં લુસાને ડાયમંડ લીગમાં ઇજામાંથી કમબેક કરીને નીરજ એ શાનદાર પદર્શન બાદ પ્રથમ સ્થાન હાંસિલ કર્યો હતો. નીરજએ આ ઇવેન્ટમાં 87.66 મીટરના થ્રો સાથે નંબર એકનો સ્થાન હાંસિલ કર્યો હતો. હવે તે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ખિતાબ જીતવાથી વધુ દૂર નથી.