વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 51,000 થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યુ છે. દેશભરમાં 45 સ્થળોએ જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. પોતાના વર્ચ્યુઅલ સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે યુવાનો માટે નવા રસ્તા ખોલવા માટે અર્ધલશ્કરી દળોની ભરતી પ્રક્રિયામાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે.
આવનારા દિવસોમાં નોકરીની વિશાળ તકો
PMએ કહ્યું હતુ કે અર્ધલશ્કરી દળોમાં ભરતી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવામાં આવી છે જેથી ભરતીનો સમય ઓછો થાય. યુવાનો માટે નોકરીની તકો વિશે વાત કરતાં તેમણે કહ્યું કે ઓટોમોબાઈલ, ફાર્મા ક્ષેત્રો ખૂબ જ ઝડપથી વિકસી રહ્યાં છે અને આવનારા દિવસોમાં નોકરીની વિશાળ તકો ઊભી કરશે.
તેમણે દાવો કર્યો હતો કે ભારત આ દાયકામાં વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાંની એક બની જશે. પીએમ મોદીએ કહ્યું, “જ્યારે હું આ ગેરંટી આપું છું, ત્યારે તે હું કરું છું કે અને તેની સંપૂર્ણ જવાબદારી રહેશે મારી રહશે .”
Speaking at the Rashtriya Rozgar Mela. Congratulations to the newly inducted personnel who would be serving in the various Forces. https://t.co/aGAkXeRmCQ
— Narendra Modi (@narendramodi) August 28, 2023
અવકાશથી લઈને સ્ટાર્ટઅપ્સ સુધી બધામાં વિકાસ જરુરી
ખીલતી અર્થવ્યવસ્થા માટે તમામ ક્ષેત્રોના મહત્વ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું, “ફૂડથી લઈને ફાર્મા સુધી, અવકાશથી લઈને સ્ટાર્ટઅપ્સ સુધી, કોઈપણ અર્થતંત્ર માટે તમામ ક્ષેત્રોનો વિકાસ જરૂરી છે.”
બેન્કિંગ સેક્ટરમાં સુધારા કરવા અને તેને સામાન્ય લોકો માટે વધુ ઉપલબ્ધ બનાવવાના નિર્ણયો પર પ્રકાશ ફેંકતા, પીએમ મોદીએ યાદ અપાવ્યું કે જન ધન યોજના નવ વર્ષ પહેલા 28 ઓગસ્ટના રોજ શરૂ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ યોજનાએ રોજગાર સર્જનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
#WATCH | Prime Minister Narendra Modi distributes about 51,000 appointment letters to newly inducted recruits in Government departments and organisations, under Rozgar Mela through video conferencing. pic.twitter.com/bEpd3ddb5t
— ANI (@ANI) August 28, 2023
હંમેશા કઈક શીખતુ રહેવું
તેમણે અર્ધલશ્કરી દળોના જવાનોને તેમની સેવાઓ દરમિયાન પણ શીખવાની તેમની ઇચ્છા ચાલુ રાખવાનું સૂચન કર્યું. તેમણે નવા ભરતી કરનારાઓને કૌશલ્ય વિકાસ અને અભ્યાસક્રમો માટે નવા પોર્ટલ પર પોતાની નોંધણી કરાવવા વિનંતી કરી હતી. પીએમ મોદીએ કહ્યું, “આ અભ્યાસક્રમો દરમિયાન તમે જે પણ શીખશો તે તમને એક ઉત્તમ અધિકારી બનવામાં મદદ કરશે.” તેમણે નવા ભરતી કરનારાઓને તેમની શારીરિક તંદુરસ્તી પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તેમની સેવા દરમિયાન તેમના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી જાળવવા પણ કહ્યું હતુ.