બેંગ્લુરુથી દિલ્હી આવતી ફ્લાઇટમાં હૃદયરોગથી પીડિતાની બે વર્ષની બાળકી અચાનક બેભાન થઈ ગઇ હતી. ઓક્સિજનના અભાવે તેના શરીરનો રંગ બદલાવા લાગ્યો હતો અને તેનો જીવ જોખમમાં મૂકાઈ ગયો હતો. આ જ કારણે વિસ્ટારા એરલાઇન્સની ફ્લાઇટમાં હેલ્થ ઈમરજન્સી ડિક્લેર કરાઈ હતી.
#Always available #AIIMSParivar
While returning from ISVIR- on board Bangalore to Delhi flight today evening, in Vistara Airline flight UK-814- A distress call was announced
It was a 2 year old cyanotic female child who was operated outside for intracardiac repair , was… pic.twitter.com/crDwb1MsFM
— AIIMS, New Delhi (@aiims_newdelhi) August 27, 2023
દિલ્હી AIIMSએ આ ઘટનાની જાણકારી આપી
જોકે સદભાગ્યે આ ફ્લાઇટમાં AIIMSના 5 રેસિડેન્ટ ડૉક્ટરો મુસાફરી કરી રહ્યા હતા. તેઓ આ જાહેરાત સાંભળી બાળકીનો જીવ બચાવવામાં લાગી ગયા. ઓછા સાધનો વચ્ચે પણ તેમણે સંપૂર્ણ તાકાત લગાવી. ફ્લાઇટમાં જ બાળકીને ઓક્સિજન અને જીવન રક્ષક સપોર્ટ અપાયું. જેનાથી બાળકીને સ્થિર હાલમાં હોસ્પિટલ સુધી પહોંચાડાઈ શકી. દિલ્હી AIIMSએ આ ઘટનાની જાણકારી આપી હતી.
બાળકી ફ્લાઇટમાં જ અચાનક બેભાન થઈ ગઈ હતી
AIIMSના ટ્વિટમાં જણાવાયું છે કે બાળકીના હૃદયની કોઈ હોસ્પિટલમાં સર્જરી થઈ હતી. આ જ કારણે તેને ફ્લાઈટમાં લઈ જવામાં આવી રહી હતી. આ દરમિયાન તે બેભાન થઈ ગઈ. ફ્લાઈટમાં હાજર એઈમ્સના ડૉક્ટરોએ તપાસ કરી તો બાળકીન ધબકારાં અટકી ગયા હતા. શરીર ઠંડુ પડી ગયું હતું. તે શ્વાસ લઈ શકી રહી નહોતી. તેના હોઠ અને આંગળીઓ વાદળી પડી ગયા હતા.
કેવી રીતે બચાવી બાળકીને?
AIIMSના ડૉક્ટરોએ બાળકીને સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત તેને આઈવી કેનુલા લગાવ્યો અને ઓક્સિજન સપોર્ટ આપ્યું. ત્યારે લોહીનો સંચાર સામાન્ય થયો. આ દરમિયાન બાળકીને ફરી એકવાર કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. આ જ કારણે ડૉક્ટરોએ તેને ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર સપોર્ટ આપ્યું જેથી ધબકારાં નિયંત્રિત થઈ શકે. આ ઉપરાંત 45 મિનિટ સુધી સીપીઆર આપ્યું ત્યારે બાળકીનો જીવ સ્થિર થયો. આ દરમિયાન ફ્લાઈટને નાગપુરમાં લેન્ડર કરી બાળકીને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ પહોંચાડાઈ.