વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023 સમાપ્ત થઈ ગઈ છે, જેમાં ઘણા ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારત માટે પારુલ ચૌધરીએ 3000 મીટર સ્ટીપલચેસમાં નેશનલ રેકોર્ડ તોડીને 11મું સ્થાન મેળવ્યું હતું. આ રેકોર્ડ સાથે પારુલે 2024માં પેરિસમાં યોજાનારી ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું.
World Athletics Championship 2023 | India's Parul Chaudhary comes 11th in Women's 3000 metre Steeplechase.
(File pic) pic.twitter.com/0AxPtPmA2f
— ANI (@ANI) August 27, 2023
પારુલ ચૌધરીએ આટલી મિનિટમાં રેસ પૂરી કરી
ભારતની પારુલ ચૌધરીએ 3000 મીટર સ્ટીપલચેસમાં 11મા નંબરે રહી હતી. તેણે 9 મિનિટ 15.31 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી. આ સાથે જ 3000 મીટર સ્ટીપલચેઝમાં, બ્રુનેઈના વિનફ્રેડ મુટીલે યાવીએ 8 મિનિટ 54.29 સેકન્ડ સાથે રેસ પૂરી કરીને ગોલ્ડ મેડલ જીત્યો. આ સિવાય કેન્યાની બીટ્રિસ ચેપકોચે 8 મિનિટ 58.98 સેકન્ડમાં રેસ પૂરી કરીને સિલ્વર જીત્યો હતો. આ ઉપરાંત કેન્યાની અન્ય ખેલાડી ફેથ ચોરોટિચ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યી હતી. ચોરોચિટે 9 મિનિટ 00.69નો પોતાનો સર્વશ્રેષ્ઠ સ્કોર હાંસલ કરીને અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
પારુલે સારી શરૂઆત કરી, પછી ધીમી પડી
બીજી તરફ જો પારુલની 3000 મીટરની સ્ટીપલચેસની વાત કરીએ તો શરૂઆતમાં 200 મીટર સુધી તે શાનદાર લયમાં જોવા મળી હતી અને નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું હતું, પરંતુ ધીરે ધીરે તેની ગતિ ઓછી થતી ગઈ અને અંતે 11મા સ્થાને રહી હતી. પારુલ 2900 મીટર સુધી રેસમાં 13માં નંબર પર હતી, પરંતુ બાકીના 100 મીટરમાં તેણે પોતાની સ્પીડ વ