કર્ણાટકના માંડ્યા જિલ્લામાં નવુ યોગ કેન્દ્ર બનવા જઈ રહ્યુ છે. જે બનાવી રહેલા ભુતાયી ટ્ર્સ્ટના અધ્યક્ષ અને અમેરિકન ડોકટર લક્ષ્મી નરસિમ્હામૂર્તિના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ કર્ણાટકના મુખ્યમંત્રી સિધ્ધારમૈયાને મળ્યુ હતુ. આ પ્રતિનિધિ મંડળે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિની સંભવિત મુલાકાત અંગે ચર્ચા કરી હતી. નવા યોગ અને ધ્યાન કેન્દ્રનો શિલાન્યાસ ઓબામા તેમજ દલાઈ લામાના હસ્તે થવા જઈ રહ્યો છે.
પીએમ મોદીએ તાજેતરમાં અમેરિકાની મુલાકાત લીધી તે સમયે બરાક ઓબામા ચર્ચામાં આવ્યા હતા. તેમણે ભારતમાં ધર્મની આઝાદી પર સવાલો ઉઠાવ્યા હતા અને તેના કારણે ભારતમાં લોકોએ સોશિયલ મીડિયા પર ઓબામાને નિશાન બનાવ્યા હતા. ભારતના મંત્રીઓએ પણ ઓબામા પર ચાબખા માર્યા હતા.
તે સમયે ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે તો ત્યાં સુધી કહ્યુ હતુ કે, ઓબામાએ ભુલવુ ના જોઈએ કે ભારત એક માત્ર એવો દેશ છે જે આ દુનિયામાં રહેનારા તમામ લોકોને પરિવારના સભ્ય તરીકે ગણે છે.