બીજી તરફ ભારતનુ આંતરરાષ્ટ્રીય સ્તરે કદ વધી રહ્યુ છે અને ચીન સામે ભારત નમવાના મૂડમાં નથી. જેના કારણે રશિયા બંને દેશોના ટકરાવથી ચિંતિત છે.ભારત અને ચીન વચ્ચે દુશ્મનાવટ ખતમ થાય તે રશિયાના હિતમાં છે.જેના કારણે હવે રશિયાએ ભારત અને ચીન વચ્ચે દોસ્તી કરાવવા માટે પહેલ કરી છે.
રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે કહ્યુ હતુ કે, રશિયા ઈચ્છે છે કે ભારત અને ચીનના સબંધો સુમેળભર્યા બને.અમારા તો બંને દેશો સાથે સબંધ સારા છે.ચીનના નવા નકશાના સવાલને વધારે મહત્વ નહીં આપતા અલીપોવે કહ્યુ હતુ કે, તમારી જાણકારી માટે કહુ છું કે રશિયા અને ચીન બોર્ડરને લઈને પણ મતભેદો છે.જોકે અમે આ મુદ્દાને વધારે મહત્વ આપી રહ્યા નથી અને અમે જોયુ છે કે, ભારત પણ આ પ્રકારના વિવાદને વધારે ભડકાવવાથી બચી રહ્યુ છે.રશિયા ઈચ્છે કે બંને પક્ષો વચ્ચે સારા સબંધો હોય.
જાણકારોનુ માનવુ છે કે, ચીન ભારત સાથે દુશ્મનાવટ કરી રહ્યુ છે તેનુ કારણ એ છે કે, ભારત દુનિયાનુ ઉભરતુ માર્કેટ છે.ભારતમાં વિદેશી રોકાણ માટે ઘણી તકો છે.ચીન સાથે અમેરિકાના સબંધ ખરાબ થયા બાદ ઘણી કંપનીઓ ચીનમાંથી ભારત આવવા માંગે છે.ભારતની ઈમાનદાર દેશ તરીકેની ઈમેજના કારણે દુનિયાના ઘણા દેશો ભારત સાથે વેપાર કરવાનુ પસંદ કરી રહ્યા છે.આ તમામ બાબતોના કારણે હવે ચીન માટે ભારત અમેરિકા કરતા પણ વધારે મોટુ દુશ્મન સાબિત થઈ રહ્યુ હોય તો નવાઈ નહીં હોય.