રાજધાની દિલ્હીમાં યોજાનાર G20 Summit પર હવે કોરોના ઈફેક્ટ જોવા મળી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેનની પત્ની ઝિલ બાયડેનનો કોરોના રિપોર્ટ પહેલાંથી જ પોઝિટિવ આવી ચૂક્યો છે અને હવે સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેજ (pedro sanchez) કોરોના સંક્રમિત થઈ ગયા છે. તેમણે ખુદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. નવી દિલ્હીમાં G20 સમિટને પગલે તૈયારીઓ તડામાર રીતે ચાલી રહી છે અને મોટાભાગની તૈયારીઓ પૂરી કરી લેવાઈ છે. વૈશ્વિક નેતાઓનું આગમન પણ શરૂ થઈ ગયું છે.
Esta tarde he dado positivo en COVID y no podré viajar a Nueva Delhi para asistir a la Cumbre del G-20.
Me encuentro bien.
España estará magníficamente representada por la vicepresidenta primera y ministra de Asuntos Económicos y el ministro de Exteriores, UE y Cooperación.
— Pedro Sánchez (@sanchezcastejon) September 7, 2023
સાંચેજે X પર પોસ્ટ કરી આપી માહિતી
સાંચેજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતાં કહ્યું કે હું ઠીક મહેસૂસ કરી રહ્યો છું પણ ભારતની મુલાકાત નહીં લઈ શકું. G20 સમિટમાં સ્પેનનું પ્રતિનિધિત્વ કાર્યવાહક ઉપરાષ્ટ્રપતિ નાદિયા કેલ્વિનો અને વિદેશમંત્રી જોસ મેનુએલ અલ્બેરેસ કરશે.
Get a sneak peek into the delegation offices at the #G20 Summit!
Here’s an exclusive preview by #G20India Chief Coordinator @harshvshringla. pic.twitter.com/r1s3WGPdS2
— G20 India (@g20org) September 7, 2023
ફ્રાન્સના રાષ્ટ્રપતિ આજે દિલ્હી પહોંચશે
આ દરમિયાન G20 સમિટમાં ભાગ લેવા માટે વિવિધ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો નીકળી ચૂક્યા છે. તેમાં અમેરિકી રાષ્ટ્રપતિ બાયડેન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોં પણ સામેલ છે. ઈમેનુએલ મેક્રોં આજે ભારત આવી પહોંચશે. તેઓ આગામી 9-10 સપ્ટેમ્બરે યોજાનાર G20 સમિટમાં પણ ભાગ લેશે.
સુનક અને ફુમિયો કિશિદા પણ આજે પહોંચશે
બીજી બાજુ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક બપોર સુધીમાં નવી દિલ્હી પહોંચશે તેવી શક્યતા છે. જ્યારે જાપાનનું પ્રતિનિધિત્વ કરનારા ફુમિયો કિશિદા પણ આજે બપોર સુધી ભારત આવી પહોંચશે. જ્યારે આર્જેન્ટિનાના પ્રતિનિધિ ભારત આવી પહોંચ્યા હતા.