જી-20 બેઠકમાં થનારી ચર્ચાઓની વચ્ચે ભારત, અમેરિકા,સાઉદી અરબ વચ્ચે આ યોજના પર ચર્ચા થાય તેવી શક્યતા છે.અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડન, સાઉદી અબરના ક્રાઉન પ્રિન્સ મહોમ્મદ બિન સલમાન તેમજ ભારતના પીએમ નરેન્દ્ર મોદી આ ડીલ પર જાહેરાત કરી શકે છે.
ચીન દ્વારા વિવિધ દેશોમાં પોતાનો પ્રસાર કરવા માટે બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ શરુ કરાયો છે ત્યારે ચીનને કાઉન્ટર કરવા ઉપરોક્ત ત્રણ દેશો સાથે આવી શકે છે.અમેરિકામાં ચર્ચા છે કે, જો આ ડીલ ફાઈનલ થઈ તો અમેરિકા માટે અખાતી દેશોમાં પોતાનો પ્રભાવ વધારવાનુ કામ આસાન થશે.બીજી તરફ ચીનને પણ આ પ્રોજેકટ થકી જવાબ આપી શકાશે.
અમેરિકા માટે ચીનનો ખાડી દેશોમાં વધી રહેલો પ્રભાવ ચિંતાનો વિષય છે.જેના કારણે અમેરિકાએ બનાવેલા ઈન્ડિયા, ઈઝરાયેલ, યુએઈ અને અમેરિકાના ગ્રુપની બેઠકમાં આ રેલ પ્રોજેકટનો પ્રસ્તાવ અમેરિકા દ્વારા મુકવામાં આવ્યો હતો.ખાડીના ઘણા દેશો ચીનના બેલ્ડ એન્ડ રોડ ઈનિશિએટિવનો હિસ્સો બન્યા છે.ભારત અને અમેરિકા એમ બંને દેશો માટે ચીનનો આ પ્રોજેકટ ચેતવણી સમાન છે.જેના કારણે અમેરિકા પણ ભારત અને સાઉદી અરબ વચ્ચે રેલવે સર્વિસ શરુ થાય તેમાં રસ બતાવી રહ્યુ છે.