ભારતે 2019માં અમેરિકાના લગભગ અડધા ડઝન ઉત્પાદનો પર લાદેલી વધારાની ડ્યુટી હટાવી દીધી છે. અમેરિકાએ ભારતના કેટલીક સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડક્ટો પર ટેરિફ વધારી હતી, જેના જવાબમાં ભારતે પણ વધારાની ડ્યુટી લાદી દીધી હતી. ભારતે 2019માં અમેરિકાના પગલાના જવાબમાં તેના 28 ઉત્પાદનો પર વધારાની ડ્યુટી લાદી હતી.
ભારતે 12 અમેરિકી ઉત્પાદનો પર વધારાનો ટેરિફ હટાવ્યો
દરમિયાન ભારતની યજમાની હેઠળ દિલ્હીમાં યોજાનાર જી20 શિખર સંમેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન આવવાના છે. જોકે તે પહેલા ભારતે 12 અમેરિકી ઉત્પાદનો પર વધારાની લાદેલી ટેરિફ હટાવી દીધી છે. નાણાં મંત્રાલયના 5મી સપ્ટેમ્બરના નોટિફિકેશનમાં 12 અમેરિકી ઉત્પાદનો પર ડ્યુટી હટાવવાની જાણકારી અપાઈ છે. આ ઉત્પાદનોમાં ચણા, દાળ (મસૂર), સફરજન, છાલવાળી અખરોટ, તાજી અથવા સુકેલી બદામ તેમજ છાલવાળી બદામનો સમાવેશ થાય છે.
આ અમેરિકી ઉત્પાદનો પરથી વધારાનો ટેરિફ હટાવાયો
કરાર મુજબ ભારતે ચણા પર 10 ટકા, મસૂર પર 20 ટકા, પ્રતિ કિલો તાજી અને સૂકી બદામ પર 7 રૂપિયા, પ્રતિ કિલો છાલવાળી બદામ પર 20 રૂપિયા, અખરોટ પર 20 ટકા અને તાજા સફરજન પર 20 ટકા ડ્યૂટી દૂર કરવાની જાહેરાત કરી છે.
દિલ્હીમાં 9 અને 10મી સપ્ટેમ્બરે G20 શિખર સંમેલન યોજાશે
ઉલ્લેખનિય છે કે, ભારતની યજમાની હેઠળ દિલ્હીમાં 9 અને 10મી સપ્ટેમ્બરે જી20 શિખર સંમેલન યોજાવાનું છે. આ સંમેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન, બ્રિટનના રાષ્ટ્રપતિ ઋષિ સુનક સહિત વિશ્વના ઘણા દેશોના વડાઓ સામેલ થઈ રહ્યા છે. જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સંમેલનમાં ભાગ નહીં લે…