બોલીવૂડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર આજે સવારે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પરિવાર સાથે ભગવાન મહાકાલના દર્શન કરવા ગયા હતા. આ દરમિયાન તેમની સાથે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી શિખર ધવન પણ તેમની સાથે જોવા મળ્યા હતા. મહાકાલ મંદિરના પૂજારીએ જણાવ્યું કે અક્ષય તેમનાં જન્મદિવસ પર બાબા મહાકાલની ભસ્મ આરતીમાં સામેલ થયા હતા, જ્યાં તેણે ભસ્મ આરતીના દર્શન બાદ નંદી હોલમાં ભગવાન મહાકાલની પૂજા-અર્ચના પણ કરી હતી.
Actor Akshay kumar, on his birthday and cricketer Shikhar Dhawan visited Mahakaleshwar Temple in Madhya Pradesh's Ujjain today to take blessings of MahaKal and participated in the Bhasma Aartipic.twitter.com/TTHNSOA60U
— Megh Updates 🚨™ (@MeghUpdates) September 9, 2023
અક્ષય ભગવાન મહાકાલની ભક્તિમાં તલ્લીન થઇ નાચવા લાગ્યો
આજે સવારે ભસ્મ આરતી દરમિયાન અક્ષય ભગવાન મહાકાલની ભક્તિમાં એટલો ખોવાઈ ગયો કે તે મહાકાલ ભગવાનના મંત્રો ગાવા લાગ્યો અને તાળીઓ પાડી નાચવા પણ લાગ્યો હતો. આ દરમિયાન એક ખાસ વાત એ હતી કે અક્ષય અને તેનો પુત્ર આરવ બંને પરંપરાગત વેશભૂષામાં જોવા મળ્યા હતા. અક્ષયે ભસ્મ આરતીમાં બાબા મહાકાલના દર્શનનો લાભ તો લીધો જ પરંતુ આ સાથે તેણે મંદિરના પુજારી આશિષ ગુરુથી ત્યાંની પરંપરાઓ વિશે જાણકારી પણ લીધી હતી.
ફિલ્મ મિશન રાનીગંજની સફળતાની કામના કરી
અક્ષય કુમાર આ પહેલા પણ ઘણીવાર દર્શન માટે ભગવાન મહાકાલના દરબારમાં હાજરી આપી ચુક્યો છે પરંતુ આજે તેના જન્મદિવસે તે માત્ર અને માત્ર બાબા મહાકાલની ભક્તિમાં તલ્લીન જોવા મળ્યો હતો. જ્યાં તેણે ભગવાન મહાકાલથી તેની આગામી ફિલ્મ મિશન રાનીગંજની સફળતાની કામના પણ કરી હતી.
ધવને વર્લ્ડ કપમાં ભારતની જીત માટે પ્રાર્થના કરી
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી શિખર ધવન પણ આજે ભગવાન મહાકાલના દર્શન કરવા ભસ્મ આરતીમાં સામેલ થવા માટે મંદિર પહોંચ્યો હતો. આ દરમિયાન ધવન સફેદ રંગના શોલેમાં જોવા મળ્યો હતો. ધવને બાબા મહાકાલના દર્શન કરવાની સાથે જ વર્લ્ડ કપમાં ભારતીય ટીમની જીત માટે પ્રાર્થના પણ કરી હતી.