કોર્ટને સરકારના બેન સામે ફરિયાદો મળી હતી.જેમાં કહેવામાં આવ્યુ હતુ કે, આ પ્રતિબંધ ભેદભાવપૂર્ણ છે અને તેનાથી એક સમુદાય સામે નફરત ભડકી શકે છે. મુસ્લિમોનુ પ્રતિનિધિત્વ કરતા એક જૂથ કાઉન્સિલ ઓફ ધ મુસ્લિમ ફેથ દ્વારા ફ્રાંસની સર્વોચ્ચ અદાલતમાં આ પ્રતિબંધને પડકારવામાં આવ્યો હતો. આ પિટિશનમાં કહેવાયુ હતુ કે, તેના કારણે વંશીય ભેદભાવ પણ થઈ શકે છે. ઉપરાંત અબાયા એક પરંપરાગત પોશાક છે અને તેને ધર્મ સાથે જોડવાની જરુર નથી. આ પ્રતિબંધ મુકીને સરકાર રાજકીય ફાયદો લેવા માંગે છે. તેનાથી આરબ સમુદાય ટાર્ગેટ થઈ રહ્યો છે.
જોકે કોર્ટે બે દિવસ સુધી પિટિશનનો અભ્યાસ કર્યા બાદ આ માંગને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યુ હતુ કે અબાયા પહેરવુ એ ધાર્મિક પરંપરાનુ પાલન કરવા સમાન છે. જ્યારે ફ્રાંસની સ્કૂલોમાં કોઈ પણ પ્રકારના ધર્મની સાથે જોડાયેલા ચિન્હો શરીર પર ધારણ કરવા પર પ્રતિબંધ છે.સરકારના અબાયા પરના પ્રતિબંધથી ધર્મની સ્વતંત્રતા, વ્યકિગત જીવન, શિક્ષણનો અધિકાર જેવી બાબતોને કોઈ નુકસાન થતુ નથી.
ફ્રાંસની સરકારે પબ્લિક સ્કૂલોમાં મુસ્લિમ યુવતીઓના અબાયા( આખા શરીરને કવર કરતો એક પ્રકારનો લાંબો અને ખુલ્લો પહેરવેશ) પહેરવા પર પ્રતિબંધ મુકયો છે અને જે મુસ્લિમ વિદ્યાર્થિનીઓ અબાયા પહેરીને આવે છે તેમને ઘરે મોકલવામાં આવી રહી છે. સરકારના બેનનો ફ્રાંસના મુસ્લિમ સમુદાયમાં ભારે વિરોધ થઈ રહ્યો છે.