અદાણી ગ્રુપના શેરમાં રોકાણકારોનો વિશ્વાસ પરત ફર્યો છે. બજારના આંકડા પણ સાથ આપી રહ્યા છે. 8 સપ્ટેમ્બરે શુક્રવારે અદાણી ગ્રુપ(Adani Group)ની કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂપિયા 11 લાખ કરોડને પાર કરી ગયું હતું. ગ્રૂપના શેરને સ્થાનિક અને વિદેશી રોકાણકારો દ્વારા સતત ખરીદીને ટેકો મળી રહ્યો છે.
અદાણી પાવરના શેર 10 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા
શુક્રવારના વેપારમાં અદાણી ગ્રૂપના શેરનું સારું પ્રદર્શન અદાણી પાવરની આગેવાની હેઠળ હતું, જેના શેરના ભાવમાં 3 ટકાનો વધારો નોંધાયો હતો. અદાણી પાવરના શેરને ઓપરેશનલ પરફોર્મન્સમાં સુધારાની મદદ મળી રહી છે. સતત વધારાને કારણે અદાણી પાવરના શેરનો ભાવ આજે 10 મહિનાની ટોચે પહોંચ્યો હતો.
એક દિવસમાં મૂલ્ય વધ્યું
શેરના ભાવમાં સતત સુધારાથી અદાણી ગ્રુપના એમકેપને મદદ મળી છે. એક દિવસ અગાઉ એટલે કે ગુરુવારે ટ્રેડિંગ બંધ થયા પછી અદાણી ગ્રૂપની તમામ 10 લિસ્ટેડ કંપનીઓનું સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 10 લાખ 96 હજાર કરોડ હતું જે શુક્રવારે બિઝનેસ બંધ થયા પછી વધીને રૂ. 11 લાખ કરોડને પાર કરી ગયું હતું. અદાણી જૂથની કંપનીઓના એમકેપમાં એક દિવસમાં લગભગ રૂ. 7,039 કરોડનો વધારો થયો છે.
આગામી વર્ષોમાં પાવર એ મુખ્ય થીમ બનવાની ધારણા છે કારણ કે મજબૂત સ્થાનિક આર્થિક વૃદ્ધિને પગલે ભારતની ઊર્જાની માંગ નોંધપાત્ર રીતે વધે છે. જૂથને અપેક્ષા છે કે આ વલણ અદાણી ગ્રૂપના શેરો માટે આગામી મહિનાઓમાં તેજીના સેન્ટિમેન્ટમાં પરિવર્તિત થશે. અદાણી પાવરના શેર લાઈમલાઈટમાં હતા કારણ કે તેઓ 8 સપ્ટેમ્બરે 2.88% વધીને રૂ. 369.15ની 10 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા અને નવેમ્બર 11, 2022ના સ્તરને વટાવી ગયા હતા.
અદાણી ગ્રૂપની અન્ય ચાર કંપનીઓએ શુક્રવારે નફો નોંધાવ્યો હતો જેમાં અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ અને SEZ અને અદાણી વિલ્મરનો સમાવેશ થાય છે. અદાણી પોર્ટ્સ અને SEZએ તેના શેરના ભાવમાં 1.86% નો વધારો જોયો હતો, જેનાથી તેનું માર્કેટકેપ રૂ. 1.78 ટ્રિલિયન માર્ક પર પહોંચી ગયું હતું. જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ શુક્રવારે 0.39% વધીને રૂ. 2519.30 પર બંધ થઈ હતી જ્યારે તેનું મૂલ્યાંકન રૂ. 2.87 ટ્રિલિયનને પાર કરી ગયું હતું.