હવે રશિયન રાષ્ટ્રપતિ પુતિને એક કાર્યક્રમમાં ભારતના ભરપૂર વખાણ કરતા કહ્યુ છે કે, દુનિયાએ ભારત પાસે ઘણુ શીખવાની જરૂર છે. ભારત મેક ઈન ઈન્ડિયાને પ્રમોટ કરવા માટે દરેક પ્રયાસ કરી રહ્યુ છે.
રશિયાના વ્લાડિવોસ્તોક શહેરમાં યોજાયેલી ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં બોલતા પુતિને કહ્યુ હતુ કે, ઘરઆંગણે બનેલા વાહનોનો ઉપયોગ કરવાની જરૂર છે. ભારત આ માટે પીએમ મોદીના નેતૃત્વમાં પોતાની નીતિઓના માધ્યમથી આ માટે ઉદાહરણ રજૂ કરી ચુકયુ છે. આપણી પાસે એક સમયે ઘરઆંગણે બનતી કારો નહોતી. હવે રશિયામાં ગાડીઓ બની રહી છે. ભલે તે મર્સિડિઝ કે ઓડીના મુકાબલે સાધારણ દેખાતી હોય પણ તેને ધ્યાનમાં લીધા વગર ઘરઆંગણે બનતા વાહનો ખરીદવા જોઈએ. તેનાથી ડબલ્યુટીઓના કરારનો ભંગ થવાનો નથી. અલગ અલગ વર્ગોના લોકો ઘરઆંગણે બનેલી કારોનો ઉપયોગ કરી શકે છે.
પુતિને કહ્યુ હતુ કે, ભારતનો દાખલો આપણી સામે છે. તેઓ ભારતમાં બનેલા વાહનોના નિર્માણ અને ઉપયોગ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. મને લાગે છે કે પીએમ મોદી મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામને પ્રોત્સાહન આપવા માટે યોગ્ય દિશામાં કામ કરી રહ્યા છે.