ભારતના પ્રથમ સૂર્યમિશન હેઠળ અંતરિક્ષમાં મોકલાયેલા આદિત્ય એલ-1 (Aditya L-1) સ્પેસક્રાફ્ટે ચોથા અર્થ બાઉન્ડ મેન્યુવરની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. ભારતીય સ્પેસ એજન્સી ISROએ આ માહિતી આપી હતી.
Aditya-L1 Mission:
The third Earth-bound maneuvre (EBN#3) is performed successfully from ISTRAC, Bengaluru.
ISRO's ground stations at Mauritius, Bengaluru, SDSC-SHAR and Port Blair tracked the satellite during this operation.
The new orbit attained is 296 km x 71767 km.… pic.twitter.com/r9a8xwQ4My
— ISRO (@isro) September 9, 2023
અર્થ બાઉન્ડ મેન્યૂવરનો અર્થ શું?
સરળ ભાષામાં કહીએ તો અર્થ બાઉન્ડ મેન્યૂવરનો અર્થ એ થાય છે કે પૃથ્વીનો ચક્કર લગાવતાં ગુરુત્વાકર્ષણ બળના માધ્યમથી મુસાફરી માટે ઝડપ પેદા કરવી. સૂર્યનો અભ્યાસ કરવા માટે અંતરિક્ષમાં મોકલાયેલું આદિત્ય એલ-1 ભારતનું પ્રથમ સ્પેસ ઓબ્ઝર્વેટરી છે.
સૂર્યથી પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું?
સૂર્ય અને પૃથ્વી વચ્ચે પાંચ લેગ્રેંજ પોઈન્ટ આવેલા છે. લેગ્રેંજ પોઈન્ટ એને કહેવાય છે જ્યાંથી સૂર્યને કોઈપણ પ્રકારના ગ્રહણ કે અવરોધ વિના જોઈ શકાય છે. આદિત્ય એલ-1ને લેગ્રેંજ પોઈન્ટ 1 પર મોકલાશે. પૃથ્વીથી આ લેગ્રેંજ પોઈન્ટ 1નું અંતર 15 લાખ કિ.મી. છે. જોકે સૂર્યથી પૃથ્વીનું અંતર 15 કરોડ કિ.મી. છે.
ISROએ આપી માહિતી
ISROએ જણાવ્યું કે ચોથું અર્થ બાઉન્ડ મેન્યૂવર સફળ થઈ રહ્યું છે. ઈસરોના મોરેશિયસ, બેંગ્લુરુ શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર અને પોર્ટ બ્લેયરના ગ્રાઉન્ડ સ્ટેશનની મદદથી ઓપરેશન દરમિયાન સેટેલાઈટને ટ્રેક કરાયું હતું. આદિત્ય એલ-1 માટે ફિજી ટાપુ પર હાજર ટ્રાન્સપોર્ટેબલ ટર્મિનલ પોસ્ટ બર્ન ઓપરેશનમાં સ્પેસક્રાફ્ટની મદદ કરશે.
19 સપ્ટેમ્બર કેમ છે ખાસ?
હવે આદિત્ય એલ-1 આગામી 19 તારીખે ફરી ઓર્બિટ બદલવાનું કામ કરશે. તેને અર્થ બાઉન્ડ મેન્યૂવર કે પછી અર્થ બાઉન્ડ ફાયર પણ કહેવાય છે. તે પૃથ્વીની ચારેકોર આદિત્ય એલ-1નો છેલ્લો ચક્કર હશે. ઈસરોએ લખ્યું કે આગામી છલાંગ 19 સપ્ટેમ્બ્રે લગભગ 2 વાગ્યે લગાવાશે અને તેની સાથે જ સ્પેસક્રાફ્ટ પૃથ્વીની કક્ષાથી બહાર નીકળી જશે.