વડતાલ સંસ્થાનના બ્રહ્મસ્વરૂપદાસ સ્વામી દ્વારા ધાર્મિક લાગણી દુભાય તેવી ટિપ્પણી કરતા વિવાદ ઉભો થયો હતો, જે બાદ વડતાલ ટેમ્પલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડ દ્વારા માફી પત્ર આપવામાં આવેલ.
જેમાં જણાવવામાં આવેલ કે, શ્રી ખોડીયાર માતાજી અને તેમાં આસ્થા ધરાવતા ધર્મપ્રેમી સજ્જન ભક્તો તથા ખોડલધામ ટ્રસ્ટ કાગવડ તથા ખોડીયાર માતાજીનાં મંદિરો અને સંસ્થાઓ તથા તમામને વિનંતી સહ જણાવવાનું કે, મારો આશય કોઈની ધાર્મિક લાગણી કે માન્યતાનું ખંડન કરવાનો ન હતો. છતાં મારા શબ્દોથી કોઈને ઠેસ પહોંચી હોય તો હું બ્રહ્મસ્વરૂપદાસ સ્વામી દિલગીરી સાથે, હાથ જોડીને કરબદ્ધ ક્ષમા યાચના ચાહું છું અને ફરી વખત આનું પુનરાવર્તન નહી થાય તેની ખાતરી આપું છું.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)