એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી કેસમાં (Mahadev Online Betting Case) માં 417 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે. અધિકારીએ આજે આ માહિતી આપતાં જણાવ્યું કે સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ મહાદેવ એપને પ્રમોટ કરી રહ્યા હતા.
ED has conducted searches against the money laundering networks linked with Mahadev APP in cities like Kolkata, Bhopal, Mumbai etc and retrieved large amount of incriminating evidences and has frozen/seized proceeds of crime worth Rs 417 Crore. pic.twitter.com/GXHWCmKOuY
— ED (@dir_ed) September 15, 2023
દુબઈથી સંચાલન થતું હતું
ED દ્વારા અપાયેલી માહિતી અનુસાર આ એપનું સંચાલન દુબઈથી કરવામાં આવી રહ્યું હતું. અધિકારીઓએ કહ્યું કે EDએ તાજેતરમાં કોલકાતા, ભોપાલ અને મુંબઈ વગેરે શહેરોમાં મહાદેવ (Mahadev APP) સંબંધિત મની લોન્ડરિંગ (Money Laundering) નેટવર્ક વિરુદ્ધ વ્યાપક અભિયાન ચલાવ્યું હતું. દરમિયાન ભારે માત્રામાં વાંધાજનક પુરાવાઓ મળી આવ્યા હતા. EDએ 417 કરોડ રૂપિયાની ગેરકાયદે આવકને જપ્ત કરી લીધી હતી.
મહાદેવ એપ કેવી રીતે જાળ ફેલાવી રહી હતી?
અધિકારીઓએ કહ્યું કે EDની તપાસમાં જાણ થઈ કે મહાદેવ ઓનલાઈન બુક એપ યુએઈ (UAE)થી ઓપરેટ થાય છે. તે તેના સહયોગીઓને 70-30 લાભના પ્રમાણમાં પેનલ/શાખાઓની ફ્રેન્ચાઈઝી આપીને સંચાલિત થતી હતી. સટ્ટાબાજીની આવકને વિદેશી ખાતામાં મોકલવા માટે મોટાપાયે હવાલા ઓપરેશન થાય છે. આટલું જ નહીં નવા યૂઝર્સ અને ફ્રેન્ચાઈઝી મેળવવા માગતા લોકોને આકર્ષિત કરવા માટે સટ્ટાબાજી વેબસાઈટોની જાહેરાતો માટે ભારતમાં રોકડમાં મોટો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
એપના પ્રમોટરો ક્યાંના રહેવાશી છે?
કંપનીના પ્રમોટર છત્તીસગઢના ભિલાઈના રહેવાશી હતા. મહાદેવ ઓનલાઈન બુક બેટિંગ એપ્લિકેશન ગેરકાયદે સટ્ટાબાજી વેબસાઈટ માટે ઓનલાઈન પ્લેટફોર્મની વ્યવસ્થા કરનાર એક પ્રમુખ સિન્ડિકેટ છે.