નરેન્દ્ર મોદીસરકારે રૂ. 45000 કરોડના સંરક્ષણ ખરીદીપ્રસ્તાવને મંજૂરી આપી છે. આ ખરીદી પ્રસ્તાવને ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે. આ અંતર્ગત ભારતીય વાયુસેના 12 Sukhoi Su-30MKI Aircraft ખરીદશે.
#WATCH | Defence Ministry today approved the proposal for the procurement of 12 Su-30MKIs for the Indian Air Force which would be manufactured in India by Hindustan Aeronautics Limited. The Rs 11,000 crores project would include the aircraft and related ground systems. The… pic.twitter.com/dJHudSR8HL
— ANI (@ANI) September 15, 2023
45,000 કરોડની સંરક્ષણ ખરીદી મંજૂર
સંરક્ષણ સંપાદન પરિષદે કુલ રૂ. 45,000 કરોડના મૂલ્યની 9 પ્રાપ્તિ દરખાસ્તોને મંજૂરી આપી છે. તેમાં મુખ્યત્વે હળવા આર્મર્ડ મલ્ટી પર્પઝ વ્હીકલ, ઈન્ટીગ્રેટેડ સર્વેલન્સ એન્ડ ટાર્ગેટિંગ સિસ્ટમ અને નેક્સ્ટ જનરેશન સર્વે વેસલ્સનો સમાવેશ થાય છે. સંરક્ષણ મંત્રાલય સ્વદેશીકરણ માટે ગંભીર છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે અમારું ધ્યાન ઓછામાં ઓછું 60-65% સ્વદેશી ઉત્પાદિત સામગ્રી પર છે. આ માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને વિશેષ સૂચનાઓ જારી કરવામાં આવી છે.
ડિફેન્સ PSU કંપનીઓને મોટો ફાયદો મળી રહ્યો છે
મોદી સરકાર સંરક્ષણ પાછળ આક્રમક રીતે ખર્ચ કરી રહી છે. સ્વદેશીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેનો લાભ ડિફેન્સ પીએસયુ કંપનીઓને જબરદસ્ત રીતે મળી રહ્યો છે. આ સરકારી સંરક્ષણ કંપનીઓ પાસે વર્ષોનો અનુભવ છે. આ સિવાય સરકાર સાથે વ્યૂહાત્મક સંબંધ છે.