ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ ટાટા ગુ્રપની માલિકીની એર ઇન્ડિયાના ફલાઇટ સેફટી ચીફ રાજીવ ગુપ્તાને કેટલીક ક્ષતિઓ બદલ બદલ એક મહિના માટે સસ્પેન્ડ કરી દીધા છે.
ડીજીસીએની ટીમે ૨૫ અને ૨૬ જુલાઇએ ઇન્ટરનલ ઓડિટ, એક્સિડન્ટ પ્રિવેન્શન વર્ક અને જરૃરી ટેકનિકલ મેનપાવરની ઉપલબ્ધતાના સંદર્ભમાં તપાસ હાથ ધરી હતી.
આ તપાસમાં જાણવા મળ્યું હતું કે અકસ્માત રોકવા માટેના પગલાઓમાં અને ટેકનિકલ મેનપાવરની ઉપલબ્ધતામા ક્ષતિ જોવા આ કાર્યવાહી કરવામાં આવી છે.
ડીજીસીએના જણાવ્યા અનુસાર ફલાઇટ સેફ્ટી મેન્યુઅલ અને સિવિલ એવિએશન રિકવાયરમેન્ટ મુજબ અકસ્માત રોકવા માટેના પગલાઓમાં અને ટેકનિકલ મેનપાવરની ઉપલબ્ધતામા ક્ષતિ જોવા મળી છે.
ડીજીસીએએ વધુમાં જણાવ્યું છે કે આ ક્ષતિ બદલ એર ઇન્ડિયાના ફલાઇટ સેફ્ટીના વડાની મંજૂરીને એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ડીજીસીએએ અગાઉ પણ એર ઇન્ડિયા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. ગયા મહિને ડીજીસીએએ સિમ્યુલેટર ટ્રેઇનિંગમાં કેટલીક ખામીઓ માટે મુંબઇ અને હૈદરાબાદમાં એર ઇન્ડિયાના મુંબઇ અને હૈદરાબાદના તાલીમ કેન્દ્રોને ૧૦ દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા હતાં.