પીયરે પોલબ્રેને કેનેડાની જનતા વડાપ્રધાન તરીકે વધુ પસંદ કરે છે. તેમ તાજેતરમાં ગ્લોબલ ન્યૂઝ વતી હાથ ધરાયેલી ઇપ્સોસ પોલ સર્વે જણાવે છે. પોલિવ્રે વિપક્ષ ટોરી (કોર્ન્ઝેટિવ) ના નેતા છે. આ સર્વે સ્પષ્ટ રીતે જણાવે છે કે, આગામી સમવાય તંત્રી ચૂંટણીમાં ટોરીને સ્પષ્ટ બહુમત મળવાની શક્યતા છે.
ગ્લોબલ ન્યૂઝ વધુમાં જણાવે છે કે ભલે સમવાયતંત્રી ચૂંટણીઓ હજી ઘણી દૂર ૨૦૨૫માં છે. પરંતુ વર્તમાન પ્રવાહો દર્શાવે છે કે પોલિબ્રે તરફે પ્રવાહ વધી રહ્યો છે. તેઓને ૪૦ ટકા જેટલા મતદારો પસંદ કરે છે, જે સામે જસ્ટિન ટ્રુડોને ૩૧ ટકા લોકો જ વડાપ્રધાન તરીકે પસંદ કરે છે. તેમની આ ટકાવારી છેલ્લા કેટલાક વર્ષોથી યથાવત રહી છે. (તેમાં જરા પણ વધારો થયો નથી)
ઉલ્લેખનીય છે કે એનડીપી નેતા અને ખાલીસ્તાની સીમ્પથાઈઝર જગઝીત સિંહ પીએમ ટ્રુડોની ગઠબંધન સરકારમાં સાથી તરીકે જોડાયેલા છે. તેમની લોકપ્રિયતા તો સપ્ટેમ્બર ૨૦૨૨ થી ઘટી ૪ પોઇન્ટ નીચે ઉતરી છે. માત્ર ૨૨ ટકા મતદારો જ તેને વડાપ્રધાન તરીકે પસંદ કરે છે.
કેનેડા અત્યારે આરોગ્ય, ગૃહનિર્માણ અને આર્થિક પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે. તે અંગે પોલીપ્રે પાસે શ્રેષ્ઠ આયોજન છે. તેમ મોટાભાગના કેનેડીઅન માને છે.
જસ્ટીન ટ્રુડોએ ભારત ઉપર મુકેલા આક્ષેપોને લીધે ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી ગતિરોધ ઉભો થયો છે. કોઇ નક્કર પુરાવા સિવાય ટ્રુડોએ ભારત ઉપર મુકેલા આક્ષેપોને લીધે વિશ્વના અગ્રીમ દેશો ટ્રુડોની ટીકા કરી રહ્યા છે. આશ્ચર્ય તો તે છે કે ચીને પણ તે અંગે ટ્રુડોની ટીકા કરી હતી. આ અંગે પોલીબ્રેએ કહ્યું હતું કે વડાપ્રધાને તમામ હકીકતો રજૂ કરી પોતે સ્પષ્ટ છે તેમ દર્શાવી આપવું જોઈએ. દરમિયાન આઇપીઓસના સીઇઓ ડેરેલ બ્રિકર જણાવે છે કે આ દર્શાવે છે કે જો આજે ચૂંટણી યોજવામાં આવે તો કોન્ઝર્વેટિવ્ઝ બહુમત સાથે સરકાર રચી શકે તેમ છે.
દરમિયાન પતિયાલાના પૂર્વ મહારાજા કેપ્ટન અમરિંદર સિંહે થોડા દિવસે પૂર્વે જ જણાવ્યું હતું કે ટ્રુડો વોટ બેન્ક પોલિટિક્સમાં ફસાઈ ગયા છે.