આજે એશિયન ગેમ્સનો બીજો દિવસ છે અને ભારતના મેડલ્સની સંખ્યામાં વધારો થવાનો ચાલુ છે. પ્રથમ દિવસે ભારતે 5 મેડલ જીત્યા હતા. બીજા દિવસે અત્યાર સુધી ભારતે વધુ 5 મેડલ જીતી લીધા છે. આમ ભારતે 10 મેડલ પોતાના નામે કરી લીધા છે. ભારતને બીજા દિવસે પ્રથમ મેડલ રોઈંગ ટીમે અપાવ્યો અને બીજો મેડલ એર રાઈફલ ટીમે અપાવ્યો હતો. રોઈંગ ટીમને બોજો એક મેડલ મળ્યો જયારે 10 મીટર એર રાઈફલમાં ભારતને વધુ એક બ્રોન્ઝ મેડલ મળ્યો છે. રોઈંગ ટીમ આજે 2 અને એર રાઈફલ ટીમ એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી છે. શૂટિંગમાં ભારતને વધુ એક મેડલ મળ્યો છે.
Impeccable performance by Aishwary Pratap Tomar! 🥉🇮🇳
In the intense battle, 10m Air Rifle finals at #AsianGames2022, Aishwary showcased remarkable skill and determination, securing a well-deserved bronze🌟🎯
Also, a special shoutout to @RudrankkshP, who played exceptionally… pic.twitter.com/KqdEUAAi9G
— SAI Media (@Media_SAI) September 25, 2023
પુરુષોની 25 મીટર પિસ્ટલ ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો
ભારતીય ટીમે શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પુરુષોની 25 મીટર પિસ્ટલ ટીમે દેશને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. આ ભારતનો 10મો મેડલ છે. વિજયવીર સિદ્ધુ, અનીશ અને આદર્શ સિંહની ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. એશ્વર્ય તોમરે શૂટિંગ મેન્સ સિંગલ્સ10 મીટર એર રાઈફલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ પહેલા તે ટીમ સાથે દેશને ગોલ્ડ મેડલ અપાવી ચુક્યો છે. આમ શૂટિંગમાં આ બીજો મેડલ છે.