દુનિયાભરમાં જાણીતી સ્માર્ટફોન કંપની Apple ભારતમાં સતત રોકાણ કરી રહી છે. Apple ચીન પર પોતાની નિર્ભરતા ઓછી કરવાનું પ્રયત્ન કરી રહ્યું છે. જેથી તેણે ગત વર્ષોમાં ભારતમાં iPhone બનાવવું શરુ કર્યું છે. Apple સિવાય Samsung જેવી બ્રાંડ પણ ભારતમાં પોતાના સ્માર્ટફોનનું નિર્માણ કરે છે. પરંતુ દુનિયાભરમાં ભારતમાં બનેલા iPhone સપ્લાય કરવામાં Apple નંબર-1 બ્રાન્ડ બની ગઈ છે.
ગયા જૂન કવાર્ટરમાં મેડ ઇન ઇન્ડિયા મોબાઈલ એક્સપોર્ટ (Made In India Mobile Export)માં Apple બ્રાંડ ટોપ પર રહી છે. પહેલીવાર Appleએ ભારતથી સ્માર્ટફોન ઇમ્પોર્ટ કરવાના મામલે Samsungને પાછળ છોડી દીધું છે. Appleએ દેશના કુલ 12 મિલિયન શિપમેન્ટમાંથી 49 ટકાની શિપિંગ કરી છે જયારે Samsungએ માત્ર 45 ટકા જ શિપિંગ કરી છે.
Apple ભારતને સૌથી યોગ્ય માર્કેટ માને છે
Apple તરફથી ભારતમાં iPhone મેન્યુફેક્ચરિંગ (iPhone manufacturing in India) પર સતત રોકાણ કરવામાં આવી રહ્યું છે, જેના માટે Apple ભારતને સૌથી યોગ્ય માર્કેટ માને છે. જેના પાછળ બે કારણો છે : (i) ભારતમાં સ્માર્ટફોન બનાવવું સસ્તું છે. આ સાથે ભારત સરકાર સ્થાનિક સ્તરે સ્માર્ટફોન બનાવવા માટે ઘણી છૂટ આપી રહી છે. (ii) ભારત પોતે સ્માર્ટફોનનું એક મોટું માર્કેટ છે.
ભારતમાં iPhoneનું મેન્યુફેક્ચરિંગ વર્ષ 2017માં શરુ થયું
Appleએ ભારતમાં iPhoneનું મેન્યુફેક્ચરિંગ વર્ષ 2017માં શરુ કર્યું હતું. સૌથી પહેલા Appleએ ભારતમાં iPhone SEની મેન્યુફેક્ચરિંગ કરી હતી. જયારે વર્ષ 2022થી Apple ભારતમાં iPhone 14ના જૂના મોડલનું મેન્યુફેક્ચરિંગ કરી રહ્યું છે. પરંતુ આ વખતે કંપની હાલમાં લોન્ચ થયેલા લેટેસ્ટ iPhone 15 સિરીઝના બેઝ વેરિઅન્ટ iPhone 15 અને iPhone 15 Plusનું મેન્યુફેક્ચરિંગ કરી રહી છે. આ ઉપરાંત સેલના પહેલા દિવસથી જ મેડ ઇન ઇન્ડિયા iPhone 15 વેચાણ માટે ઉપલબ્ધ છે.