વાઈબ્રન્ટ ગુજરાત સમિટને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ચાર ઝોનમાં સમિટનું આયોજન કરવા વિચારણા છે. તેમાં જાન્યુઆરીમાં મુખ્ય સમિટ પહેલા કાર્યક્રમ માટે વિચારણા થઇ રહી છે. જેમાં સમિટ પહેલા ચાર અલગ અલગ કાર્યક્રમ કરવા ચર્ચા થશે.
જે તે ઝોનમાં ઉદ્યોગો પ્રમાણે ઈવેન્ટનું આયોજન થઈ શકે છે. તથા જી 20 દેશોના આગેવાનો સમિટમાં હાજર રહી શકે છે. પાંચ વર્ષના વિરામ બાદ ગુજરાત સરકારની ફ્લેગશિ પર ઈન્વેસ્ટમેન્ટ સમિટ, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આગામી વર્ષે 11થી13 જાન્યુઆરી 2024 દરમિયાન આયોજિત થઈ શકે છે. છેલ્લે આ સમિટ વર્ષ 2019માં આયોજિત થઈ હતી. જેમા લગભગ 28,360 MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમા રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ઓછામાં ઓછા રૂપિયા એકર લાખ કરોડના MOU થયા હતા. વાઈબ્રન્ટ ગુજરાતની યજમાની માટે રાજ્ય સરકાર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
Vibrant Gujarat Summit likely to be held from January 11 to 13 next year
Preparations by the state government to host the summit are under way in full swing.https://t.co/en3IYW90xy
— The Times Of India (@timesofindia) April 18, 2023
રાજ્ય વહીવટીતંત્ર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ -2024 ને પ્રમોટ કરવાની યોજનાની ફાઈનલ બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે. પ્રમોશન માટેની એક્ટિવિટી પણ જૂલાઈથી શરૂ થાય તેવી ગણતરી છે. રાજ્યના અધિકારીઓ મુખ્ય મેટ્રોપોલિટન શહેરો તેમજ રાજ્યની રાજધાનીઓમાં રોડ શો યોજશે તેવુ એક ઉચ્ચ અધિકારી દ્વારા જણાવવામા આવ્યુ હતુ. કોરોના બાદ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જાન્યુઆરી 2022માં યોજાવાની હતી. જો કે પાછળથી છેલ્લી ઘડીએ આ કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તે સમયે આ વર્ષે રાજ્ય વહીવટીતંત્ર આ સમિટનું આયોજન કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. આ સમિટ માટે રાજ્યના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બે-ઉચ્ચ-સ્તરીય બેઠકો યોજાઈ ચુકી છે.