એશિયન ગેમ્સનો આજે પાંચમા દિવસે ભારતે વુશુમાં સિલ્વર મેડલ જીતીને શાનદાર શરુઆત કરી છે ત્યારે હવે ભારતે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. ભારત માટે સરબજોત સિંહ , અર્જુન સિંહ ચીમા અને શિવા નરવાલે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. આ સાથે ભારતે આજે બે મેડલજીત્યા છે, આ પહેલા રોશિબિના દેવી એ વુશુમાં સિલ્વર મેડલ જીત્યો છે. આ સાથે જ મેડલની સંખ્યા 24 પર પહોંચી ગઈ છે જેમાં 6 ગોલ્ડ, 8 સિલ્વર અને 10 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.
🥇GOLD STRIKE at #AsianGames2022!
🇮🇳's Men's 10m Air Pistol Team – Sarabjot Singh, Shiva Narwal, and Arjun Singh Cheema – clinches GOLD! 🇮🇳🏆 adding to India's stellar shooting success at the games. 🌟👏
Many Congratulations to the amazing trio🔥⚡#Cheer4India#JeetegaBharat… pic.twitter.com/cBkmJigM5B
— SAI Media (@Media_SAI) September 28, 2023
આજે પાંચમા દિવસે ઘણા ખેલાડીઓ પાસેથી મેડલની અપેક્ષા
એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે અને ચાર દિવસમાં ભારતે 22 મેડલ (India has won 22 medals in four days) જીત્યા છે ત્યારે ભારતે પાંચમા દિવસે પણ સારી શરુઆત કરતા વુશુમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. આજે પાંચમા દિવસે પણ ઘણા ખેલાડીઓ પાસેથી મેડલની (Medals are expected from many players on the fifth day as well) અપેક્ષા છે. ભારતે શૂટિંગ અને ઘોડેસવારીમાં ગોલ્ડ મેડલ જીત્યા છે અને આજે પણ આ બે રમતમાં મેડલની આશા સૌથી વધુ છે. ભારતને એશિયન ગેમ્સના પ્રથમ દિવસે પાંચ, બીજા દિવસે છ, ત્રીજા દિવસે ત્રણ અને ચોથા દિવસે આઠ મેડલ મળ્યા હતા.