દેવભૂમિ દ્વારકાના ઓખા બંદરેથી ઈરાનની બોટ ઝડપાઈ છે. ઓખા નજીક દરિયામાંથી 4 લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં 3 ઈરાની નાગરિક અને 1 ભારતીય નાગરિકની અટકાયત કરી છે. 4 વ્યક્તિની એજન્સીઓ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તેમની પાસે એક સેટેલાઈટ ફોન પણ મળી આવ્યો છે.ઈરાનની બોટથી ડીઝલની હેરાફેરી થતી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકાના ઓખા બંદરેથી ઈરાનની બોટ ઝડપાઈ છે. ઓખા નજીક દરિયામાંથી 4 લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં 3 ઈરાની નાગરિક અને 1 ભારતીય નાગરિકની અટકાયત કરી છે. 4 વ્યક્તિની એજન્સીઓ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તેમની પાસે એક સેટેલાઈટ ફોન પણ મળી આવ્યો છે.
ઈરાનની બોટથી ડીઝલની હેરાફેરી થતી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શંકાસ્પદ બોટમાંથી 15 જેટલા સંભવિત ડીઝલના કેન મળી આવ્યા છે. તપાસ કાર્યવાહીમાં ATS પણ જોડાશે તેવી શક્યતા છે. પ્રાથમિક માહિતી મેળવ્યા બાદ ATS વધુ તપાસ હાથ ધરશે. યુવક પોતાનો પાસપોર્ટ મેળવવા બોટ મારફતે ગુજરાત આવ્યાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે.