ભારતમાં ક્રેડિટ કાર્ડનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. શોપિંગથી લઈને ભાડા સુધી લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે ઓગસ્ટ મહિનામાં ક્રેડિટ કાર્ડ (Credit Card) દ્વારા રેકોર્ડ વ્યવહારો થયા છે. એક મહિનામાં ભારતના લોકોએ ક્રેડિટ કાર્ડ દ્વારા 1.5 લાખ કરોડ રૂપિયાના વ્યવહારો કર્યા છે. પોઈન્ટ ઓફ સેલ (POS) એટલે કે ક્રેડિટ કાર્ડ દ્વારા પીઓએસ અને ઈ-કોમર્સ પેમેન્ટમાં જોરદાર વધારો થયો છે.
ચૂકવણી 6.7 ટકા વધીને રૂ. 52,961 કરોડ થઈ
ઓગસ્ટ મહિનામાં ભારતીયોમાં ક્રેડિટ કાર્ડનો ખર્ચ જુલાઈ 2023માં રૂ. 1.45 લાખ કરોડ હતો, જે ઓગસ્ટમાં 2.67 ટકા વધીને રૂ. 1.48 લાખ કરોડની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર, PoS એટલે કે પોઈન્ટ ઓફ સેલ દ્વારા ગ્રાહકની ચૂકવણી લગભગ 6.7 ટકા વધીને રૂ. 52,961 કરોડ થઈ છે જ્યારે ઈ-કોમર્સ ચૂકવણી વધીને રૂ. 95,641 કરોડ થઈ છે.
ઓગસ્ટમાં ભારતીયોએ ઘણી ખરીદી કરી
મતલબ કે ઓગસ્ટ મહિનામાં ભારતીયોએ ઘણી ખરીદી કરી છે. HDFC બેંકના ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન ઓગસ્ટમાં 0.1 ટકા ઘટીને રૂ. 39,371 કરોડ થયા હતા, જે અગાઉના મહિનામાં રૂ. 39,403 કરોડ હતા. ICICI બેંકે ગયા મહિનાની સરખામણીએ વ્યવહારોમાં લગભગ 3 ટકાનો વધારો નોંધાવ્યો છે, જે રૂ. 26,606 કરોડ થયો છે. લોકોને આકર્ષક ઓફર આપતી એક્સિસ બેંકે 0.5 ટકાના વધારા સાથે રૂ. 17,752 કરોડ નોંધાવ્યા છે.
જુલાઈમાં 8.987 કરોડ ક્રેડિટ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું
સ્થાનિક બેન્કિંગ ઉદ્યોગમાં ઓગસ્ટમાં 14.1 લાખ ક્રેડિટ કાર્ડનો વધારો જોવા મળ્યો હતો. જુલાઈમાં 8.987 કરોડ ક્રેડિટ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે ઓગસ્ટમાં વધીને 9.128 કરોડ થઈ ગયું છે. આ મામલે HDFC બેંક ટોચ પર છે. HDFC બેંકે કુલ 1.853 કરોડ ક્રેડિટ કાર્ડનું વિતરણ કર્યું છે.
જો કે, ગયા મહિના સુધીમાં, બેંકે 1.854 કરોડ કાર્ડનું વિતરણ કર્યું હતું. SBI કાર્ડ્સે 1.778 કરોડ ક્રેડિટ કાર્ડ્સ, ICICI બેન્કે 1.530 કરોડ ક્રેડિટ કાર્ડ્સ અને એક્સિસ બેન્કે 1.296 કરોડ ક્રેડિટ કાર્ડ્સનું વિતરણ કર્યું છે