આજે, ક્રિકેટ સિવાય, ભારતીય ખેલાડીઓ બેડમિન્ટન, ટેબલ ટેનિસ, એથ્લેટિક્સ, હોકી, સ્ક્વોશ, તીરંદાજી, રોલર સ્કેટિંગ જેવી રમતોમાં પોતાનો પડકાર રજૂ કરી રહ્યા છે. ભારતે એશિયન ગેમ્સ ના પ્રથમ 9 દિવસમાં કુલ 60 મેડલ જીત્યા, જેમાં 13 ગોલ્ડ, 24 સિલ્વર, 23 બ્રોન્ઝ સામેલ છે.ભારતે 60 મેડલનો આંકડો પાર કર્યો, એથ્લેટિક્સમાં તાકાત બતાવી છે.
ભારતે એક દિવસમાં આટલા મેડલ જીત્યા
9માં દિવસે ભારત એક પણ ગોલ્ડ જીતી શક્યું નથી. આ દિવસે 3 સિલ્વર સહિત કુલ 7 મેડલ જીત્યા હતા. જ્યારે એક દિવસ પહેલા એટલે કે 8મા દિવસે ભારતે 3 ગોલ્ડ સહિત 15 મેડલ જીત્યા હતા. પ્રથમ વખત ભારતે એક દિવસમાં આટલા મેડલ જીત્યા. આ પોતાનામાં એક ઐતિહાસિક રેકોર્ડ પણ છે. 10માં દિવસનો મેડલ પણ ભારતના ખાતામાં આવી ચૂક્યો છે.અર્જુન સિંહ અને સુનિલ સિંહ (કેનોઇંગ ડબલ્સ): બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
🥉🚣♂️ Medal Alert 🚣♂️🥉
Huge cheers for Arjun Singh and Sunil Singh Salam! 🙌🇮🇳.
The duo has clinched a well-deserved Bronze in the Men's Canoe Double 1000m event with a timing of 3.53.329 at the #AsianGames2022! 🚣♂️
🇮🇳 Let's cheer out loud for our champs🥳#Cheer4India… pic.twitter.com/sYMxuCqHLL
— SAI Media (@Media_SAI) October 3, 2023
ભારતનો અત્યાર સુધીનું મેડલ લિસ્ટ
13 ગોલ્ડ, 24 સિલ્વર, 24 બ્રોન્ઝઃ કુલ 61 મેડલ ભારતના ખાતામાં છે.
ક્યા દિવસે કેટલા મેડલ ભારતને મળ્યા છે
એશિયન ગેમ્સના નવમા દિવસે સોમવારે (2 ઓક્ટોબર) ભારતને સાત મેડલ મળ્યા.
- પ્રથમ દિવસે પાંચ
- બીજા દિવસે છ
- ત્રીજા દિવસે ત્રણ
- ચોથા દિવસે આઠ
- પાંચમા દિવસે ત્રણ
- છઠ્ઠા દિવસે આઠ
- સાતમા દિવસે પાંચ
એશિયન ગેમ્સની ક્વાર્ટર ફાઇનલમાં ભારતે નેપાળને 203 રનનો ટાર્ગેટ આપ્યો છે. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 202 રન બનાવ્યા હતા. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે 100 રન બનાવ્યા હતા અને કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 25 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ પછી, અંતમાં આવતા શિવમ દુબે (25) અને સિક્સર કિંગ રિંકુ સિંહ (37)એ શાનદાર બેટિંગ કરી.ભારત મેડલ ટેબલમાં ચોથા સ્થાને છે. પ્રથમ સ્થાને ચીન, બીજા સ્થાને જાપાન અને ત્રીજા સ્થાને કોરિયા છે. આજેના દિવસ પછી ભારતના ખાતામાં કેટલા મેડલ આવે છે તે જોવાનું રહેશે.