બિહારમાં સરકાર દ્વારા જાતિગત વસતી ગણતરીના આંકડા જાહેર કરવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો જેમાં એક અરજદારે કોર્ટમાં આ મુદ્દાને ઉઠાવ્યો હતો. સુપ્રીમ કોર્ટ આના પર આગામી 6 તારીખે સુનાવણી હાથ ધરશે. કોર્ટે કહ્યું કે અમે આ મામલે હાલ કંઈ કહી શકીએ નહીં.
Caste Census in Bihar | Supreme Court says it will take up the matter on October 6. Petitioner's lawyer mentions before Supreme Court that the Bihar Government has published caste survey data. pic.twitter.com/8MJysRmKSP
— ANI (@ANI) October 3, 2023
આજે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી
આજે બિહારમાં જાતિગત વસતી ગણતરીના આંકડા જાહેર કર્યાના એક દિવસ બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારે વસ્તીગણતરીના અહેવાલના તારણો રજૂ કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી (all party meeting has been called) છે. આજે બિહારના તમામ પક્ષોની બેઠકમાં જાતિગત વસ્તી ગણતરીના જાહેર કરાયેલા આંકડા અંગે મંથન કરવામાં આવશે.
ગઈકાલે જાતિગત વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા હતા
બિહારમાં ગઈકાલે નીતિશકુમારની સરકારે જાતીય આધારિત વસતી ગણતરીના આંકડા જાહેર કર્યા હતા. નીતીશ સરકારના આ પગલાને કારણે ઘણા રાજકીય પક્ષોને તેમની રણનીતિ બદલવી પડી શકે (Many political parties may have to change their strategy) છે. સરકારી અહેવાલ મુજબ, બિહારમાં વસ્તી 36 ટકા અત્યંત પછાત, 27 ટકા પછાત વર્ગ, 19 ટકાથી થોડી વધુ અનુસૂચિત જાતિ અને 1.68 ટકા અનુસૂચિત જનજાતિના લોકો રહે છે.