ગઈકાલે મોડી રાત્રે મુંબઈના ગોરેગાંવના આઝાદ નગરમાં સમર્થ નામની 7 માળની ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સવારે 2.30 થી 3 વાગ્યાની વચ્ચે બિલ્ડિંગના પાર્કિંગમાં લાગેલી આગને કારણે 40થી વધુ લોકો દાઝી ગયા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 6 લોકોના મોત થઈ ચૂક્યા છે અને બેની હાલત ગંભીર જણાવાઈ રહી છે.
પાર્કિંગ વિસ્તારમાં આગ
બિલ્ડિંગના પાર્કિંગમાં પાર્ક કરેલી 4 કાર અને 30થી વધુ બાઇક સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી, ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓની મદદથી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો, હાલમાં કુલિંગનું કામ ચાલી રહ્યું છે.
કેવી રીતે લાગી આગ?
સ્થાનિકોના જણાવ્યા અનુસાર લોકો, બિલ્ડિંગના પાર્કિંગમાં ઘણું બધું જૂનું કાપડ રાખવામાં આવ્યું હતું, જેમાં આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે. થોડીક જ વારમાં આખા પાર્કિંગ અને બિલ્ડિંગના પહેલા અને બીજા માળને આ આગે લપેટમાં લઈ લીધું. જો કે પોલીસ અને ફાયર બ્રિગેડ આગના કારણની તપાસ કરી રહી છે.