લીલા ધાણા આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે. આટલું જ નહીં લીલા ધાણામાં વિટામિન A ભરપૂર માત્રામાં હોય છે. જો કોઈ વ્યક્તિ રોજ તેને પોતાના આહારમાં સામેલ કરે છે તો તેનાથી આંખોની દ્રષ્ટિ સુધરે છે અને આંખના દુખાવાની સમસ્યામાં પણ રાહત મળે છે.
ગૃહિણીઓ જ્યારે શાકભાજી ખરીદે છે, ત્યારે તે કોથમીર અચૂકપણે મેળવે છે. જોકે આ લીલા ધાણા આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક છે.
ભોજનમાં સજાવટ કરવા તથા રૂપ-રંગ નિખાવા માટે દરેક ઘરમાં લીલા ધાણાનો ઉપયોગ કરવામાં આવે છે. તેની સુગંધ તાજું અને સ્વાદિષ્ટ ભોજન બનાવવાનો સંકેત આપે છે. ઘણા બધા લોકો પોતાના ઘરોમાં કોથમીરના છોડ ઉગાડે છે કે જેઓ કોથમીરના લાભદાયક ઔષધીય ગુણો અંગે જાણકારી ધરાવે છે.
લીલા ધાણા શરીરને પોષણ આપવામાં વિશેષ ભૂમિકા ભજવે છે. ધાણામાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, વિટામિન એ, વિટામિન સી અને પોટેશિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
લીલા ધાણા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. લીલા ધાણા વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. લીલા ધાણામાં રહેલા વિટામિન સી શરીરને કોઈપણ પ્રકારના વાયરસથી બચાવવામાં મદદરૂપ છે.
પાચનક્રિયા સુધારવા માટે વ્યક્તિએ દરરોજ લીલા ધાણા ખાવા જોઈએ. તેને રોજિંદા આહારમાં સામેલ કરવાથી પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે છે અને ગેસ, કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓથી રાહત મળે છે.
જો કોઈ વ્યક્તિ ધાણા ખાવાથી એલર્જીની સમસ્યાનો સામનો કરી રહી હોય તો તેનું સેવન ન કરો કારણ કે તેનાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
જે લોકોને લો બ્લડ પ્રેશર હોય તેમણે વધારે માત્રામાં કોથમીરનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તેનાથી બ્લડ પ્રેશર પણ ઓછું થઈ શકે છે.
કોથમીરમાં પ્રોટીન, ફાઇબર, કાર્બોહાઈઇડ્રેટ, વિટામિન, મિનરલ, કૅલ્શિયમ, આયર્ન કૅરોટીન, પોટેશિયમ, વિટામિન સી, થિયામિન, ફૉસ્ફરસ વગેરે જેવા અનેક શાનદાર ઔષધીય ગુણો ધરાવે છે. તેના મારફતે આપણે આપણા શરીરને તનદુરસ્ત બનાવી શકીએ છીએ.
કોથમીરનું સેવનથી આપણે અનેક રીતે કરી શકીએ. ઠંડીમાં કોથમીરની ચટણી ઘણા લોકોને ભાવે છે. આ ઉપરાંત કોથમીર પાઉડર, કોથમીરના બીજ અને કોથમીરના લીલા પાંદડા પણ આપણે સૌ ઉપયોગ કરી છીએ છીએ.
કોથમીર ડાયાબિટીસમાં લાભદાયક
જો તમે બ્લડ શુગરનું લેવલ વધતુ અટકાવવા ઇચ્છતા હોવ, તો કોથમીર ઘણી લાભદાયક સાબિત થઈ શકે છે. તમે માની શકો છો કે ડાયાબિટીસના દર્દીઓ માટે કોથમીર એક જડી-બૂટી છે કે જેનું નિયમિત સેવન કરવાથી બ્લડમાં રહેલા ઇંસ્યુલીનનું પ્રમાણ વધતુ અટકાવી શકાય છે.
આંખોના સંરક્ષણ માટે કોથમીર ઔષધીય ગુણ ધરાવે છે
જો તમે કોથમીરનાં પાણી વડે આંખોની સફાઈ કરો, તો તેનાથી રોશની વધે છે, કારણ કે કોથમીર એંટીબૅક્ટેરિયાના ગુણો અને વિટામીન A વિપુલ પ્રમાણમાં ધરાવે છે કે જેના વડે આંખનું ઇરિટેશન, આંખનું લાલ થવું, આંખમાં સોજો આવવો તથા આંખને લગતી અન્ય સમસ્યાઓ દૂર કરી શકાય છે. તમે ધાણાને પાણીમાં ઉકાળીસ તે પી પણ શકો છો.
શરદી અને કફમાં લાભદાયક
ધાણાના બીજમાં રહેલા એંટીબૅક્ટેરિયલ ગુણો તથા વિટામિન C તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. કોથમીરના સેવનથી આપે ઋતુ બદલાય, ત્યારે અથવા શિયાળામાં શરદી અને કફ જેવી મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે.
વજન ઘટાડે છે કોથમીર
કોથમીરના બીજ મેદસ્વિતામાં ઘટાડો કરવામાં મદદરૂપ બની શકે છે, કારણ કે તેની અંદર રહેલા એંટીઇનફ્લૅમેટરી અને એંટીબૅક્ટીરિયલ તત્વો સારા પ્રમાણમાં જોવા મળે છે. તેનું સેવન કરવાથી પાચન ક્રિયામાં સુધારો થાય છે તેમ જ કૉલેસ્ટ્રૉલનું લેવલ પણ ઓછું કરવામાં તે અસરકારક સાબિત.