ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડાના (India Canada Row) રાજદ્વારી સંબંધો બગડી ગયા છે. ભારત દ્વારા અલ્ટીમેટમ આપ્યા બાદ કેનેડાએ તેના મોટાભાગના રાજદ્વારીઓને પરત બોલાવી લીધા છે. ભારતે કેનેડામાંથી તેના રાજદ્વારી કર્મચારીઓને ઘટાડવા માટે 10 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો હતો, ત્યારબાદ કેનેડાએ ભારતમાં કામ કરતા મોટાભાગના રાજદ્વારીઓને કુઆલાલંપુર અથવા સિંગાપુર મોકલી દીધા છે.
કેનેડાએ ભારત પર નિજ્જરની હત્યાનો લગાવ્યો હતો આરોપ
નવી દિલ્હીએ કેનેડિયન રાજદ્વારીઓની સંખ્યાને લઈને ચિંતા વ્યક્ત કર્યા પછી કેનેડાએ તેના મોટાભાગના રાજદ્વારીઓને કુઆલાલંપુર અથવા સિંગાપોરમાં ખસેડ્યા છે, કેનેડિયન મીડિયા સીટીવી ન્યૂઝનો રિપોર્ટ સામે આપ્યો છે. સીટીવીએ દાવો કર્યો છે કે દિલ્હીની બહાર ભારતમાં કામ કરતા મોટાભાગના કેનેડિયન રાજદ્વારીઓને કુઆલાલંપુર અથવા સિંગાપોર ખસેડવામાં આવ્યા છે. ગ્લોબલ અફેર્સ કેનેડાએ અગાઉ દાવો કર્યો હતો કે કેટલાક રાજદ્વારીઓને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધમકીઓ મળી હતી. “પરિણામે અને સાવચેતીના કારણે, અમે ભારતમાં કર્મચારીઓની હાજરીને અસ્થાયી રૂપે સમાયોજિત કરવાનો નિર્ણય લીધો છે.”
ભારતમાં કેટલા રાજદ્વારીઓ છે?
પીટીઆઈ મુજબ ભારતમાં કેનેડાના રાજદ્વારીની સંખ્યા 60ની આસપાસ છે. ભારત સરકાર તેમની સંખ્યા ઘટાડીને 36 કરવા માંગે છે. ભારત સરકારે કેનેડાના કેટલાક રાજદ્વારીઓ પર નવી દિલ્હીની આંતરિક બાબતોમાં દખલગીરી કરવાનો આરોપ પણ મૂક્યો છે. ગુરુવારે, વિદેશ મંત્રાલયે કહ્યું કે કેનેડાએ સંખ્યામાં સમાનતા પ્રાપ્ત કરવા માટે દેશમાં તેની રાજદ્વારી હાજરી ઘટાડવી જોઈએ.
મુશ્કેલીમાં છે ટ્રુડો
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવીને સમગ્ર હંગામો મચાવનાર કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોનું વલણ હવે નરમ પડ્યું છે. ટ્રુડોએ હાલમાં જ કહ્યું હતું કે, ‘કેનેડા ભારત સાથેની પરિસ્થિતિને વધારવા માંગતું નથી. કેનેડા નવી દિલ્હી સાથે જવાબદારીપૂર્વક અને રચનાત્મક રીતે જોડાણ કરવાનું ચાલુ રાખશે. અમે કેનેડિયન પરિવારોને મદદ કરવા માટે ભારતમાં હાજર રહેવા માંગીએ છીએ.