નવીદિલ્હી : ૧ ઓક્ટો. ૧૯૪૯ના દિવસે માઓનાં નેતૃત્વ નીચે ચીન સામ્યવાદીઓના શાસન નીચે આવ્યું તે સમયે દ.પૂ. ચીનનાં બંદર ફુચાઉ ઉપર રહેલા ડૉ.સોન-સાન-સેન અને ચ્યાંગ-કાઈ-શેફનાં નેતૃત્વ નીચેના પ્રજાસત્તાકવાદીઓ તાઈવાન જઈ વસ્યા. વાસ્તવમાં ભૂમિ પર રહેલાં ચીનનો તાઈવાન ઉપર કદી સીધો કબજો હતો જ નહીં. આયો-ત્સે-તુંગ તે સમયે તાઈવાન કબ્જે કરી શકે તેમ ન હતા કારણ કે અમેરિકાની પ્રબળ નૌસેના તેને રક્ષતિ હતી. તેથી માઓએ ૧૯૫૦માં તિબેટ પર હુમલો કર્યો, ત્યારે સરદાર પટેલે તિબેટને બચાવવા આપણી સેના મોકલવા નહેરૂને જણાવ્યું. છેવટે ત્યાં વેપાર કરતા ભારતીયો અને નેપાળીઓને બચાવવા અનુરોધ કર્યો પરંતુ નહેરૂ માન્યા નહીં. તેનાં પરિણામો લડાખમાં આજે વેઠી રહ્યાં છીએ. તે જુદી વાત છે.
હવે શી-જિન-પિંગને માઓથી પણ મહાન થઈ જવાના કોડ જાગ્યા છે. તે ગમે તે ભોગે તાઈવાન ગળી જઈ પોતાને મહાન બનાવી આજીવન પ્રમુખપદ (જે માઓનું હતું) મેળવવા માગે છે. તેથી તાઈવાનને દબાવી તે છેવટે આક્રમણ કરીને પણ તાઈવાન લઈ લેવા માગે છે, ત્યારે તાઈવાન પણ સામું તેટલું જ સજાગ છે.
તાઈવાન અત્યારે તેની ઉપર ત્રાટકેલાં કોઈ-નૂ ચક્રવાતે વેરેલી તારાજી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે સહાય કરવાની તો વાત એક તરફ રહી, સામેથી વિશાળ વિમાનવાહક જહાજ અને તેની સાથેનાં ત્રણ યુદ્ધ જહાજો દ્વારા તેને ઘેરવાની શરૂઆત કરી દીધી છે.
તે સર્વવિદિત છે કે તાઈવાન ઉપર આવેલું આ બીજું પ્રચંડ તોફાન હતું તેની સ્કૂલો, કોલેજો અને સરકારી ઓફિસો પણ બંધ છે. અન્ય વ્યાપાર-ધંધા પણ બંધ છે. આ પ્રચંડ તોફાનની અસર ફીલીપાઈન્સ અને દ.પૂ. ચીનમાં પણ થઈ છે.
આવા સમયે ચીન તેને ઘેરશે તેવું તાઈવાને ધાર્યું જ ન હતું. હજી ત્યાં ભારે વરસાદ અને જોરદાર પવનો ચાલી રહ્યાં છે તે દરમિયાન સ્ટ્રેઈટસ ઓફ તાઈવાનમાં ચીનનાં યુદ્ધ જહાજો રડાર પર પકડાતાં તાઈવાને તત્કાળ તૈયારીઓ શરૂ કરી. લોખંડના ગર્ડરોનાં ટ્રિપોડ્સ ગોઠવી દીધા છે. સેનાને એમ્ફીબિયન એટેક સામે તૈયાર રહેવા જણાવી દીધું છે.
જોકે હજી તત્કાળ હુમલો થવાની શક્યતા બહુ ઓછી છે છતાં તાઈવાન તૈયાર છે.
તોફાન કોઈ-ફુને લીધે અત્યારે તો તાઈવાનનાં વિમાનગૃહો જળબંબાકાર બની ગયાં હોવાથી તમામ નાગરિક વિમાન સેવાઓ એ ત્રણ દિવસ તો બંધ જ રહેશે. તેમ પણ નિરીક્ષકો જણાવે છે તેઓ કહે છે કે ચીને માત્ર તાઈવાન જ નહીં તમામ પાડોશી દેશો સાથે દુશ્મની કરી છે. ચીન સામે તેના પાડોશીઓએ સર્તક રહેવાની જરૂર છે