તમારી પાસે પણ જો 2000 ની નોટ (2000 Rs Note) હોય તો તેને બદલાવવા કે જમા કરાવવા માટેનો આજે છેલ્લો ચાન્સ છે. 2000ની નોટ બદલાવવા માટે સરકારે 7 ઓક્ટોબર (7 October )નો દિવસ આપ્યો છે, તેના પછી બેંકો (Bank) નોટો નહી બદલી આપે અને જમા પણ નહી કરે. જો કે આરબીઆઈ (RBI)ના 19 ક્ષેત્રીય સેન્ટરો (19 Regional Offices)માં તેને બદલાવવાની સુવિધા છે. જે લોકો ત્યા જવામાં અસમર્થ છે, તેઓ પોસ્ટમાં નોટો બદલાવી શકશે.
12000 કરોડની નોટો જમા થવાની બાકી
આરબીઆઈ (RBI) ના કહેવા પ્રમાણે 96 ટકા એટલે કે 3.45 લાખ કરોડ રુપિયાની 2000ની નોટ બેંકો (Bank) માં પરત આવી ગઈ છે. જેમા 87 ટકા નોટ જમા થઈ ગઈ છે, જ્યારે 13 ટકા 2000ની નોટ બેંકોમાં બદલાવવામાં આવી છે. જો કે 3.37 ટકા એટલે કે 12000 કરોડ રુપિયાની નોટ હજુ પણ બજારમાં છે.
આ પહેલા આરબીઆઈ (RBI) એ બેંકોમાં બે હજાર રુપિયાની નોટ જમા કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી. પરંતુ તે પછી આરબીઆઈએ નોટ બદલવા અને ખાતામાં જમા કરાવવા માટેની છેલ્લી તારીખ 7 ઓક્ટોબર કરવામાં આવી હતી. આરબીઆઈ તરફથી આ વર્ષે 19 મે રોજ ફરી બે હજારની નોટને ચલણમાંથી પરત લેવાની જાહેરાત કરી હતી. તે બાદ લોકોએ બેંકોમાં બે હજારની નોટો જમા કરાવવા સાથે સાથે પરત પણ કરી હતી.
7 ઓક્ટોબર 2023 પછી 2000ની નોટ જમા કરાવવા માટેની રીત
8 ઓક્ટોબર 2023 થી બેંકો અને પોસ્ટ ઓફિસમાં 2000ની નોટ જમા અથવા બદલાવી શકાશે નહીં, તે પછી તમારી પાસે બે ઓપ્શન છે. આરબીઆઈ ગવર્નરે તેના માટેનો વિકલ્પ બતાવતા કહ્યુ કે, દેશમાં કેટલાક રાજ્યોમાં આરબીઆઈની ઈશ્યુ ઓફિસ છે ત્યા જઈને 2000ની નોટો જમા કરાવી શકાય છે.
પહેલી રીત
સામાન્ય લોકો તેમજ સંસ્થાઓ આરબીઆઈની 19 ઈશ્યુ ઓફિસમાં જઈને આ 2000ની નોટને એક્સચેંજ અથવા જમા કરાવી શકે છે. આ રીતમાં એક્સચેંજ કરવા માટે 20000 રુપિયાની લિમિટ છે એટલે કે એક વારમાં તમે 20 હજાર જમા કરાવી શકશો. આરબીઆઈના 19 ઈશ્યુ ઓફિસમાંથી તમે એક્સચેંજ કરાવી શકો છો. જો કે તમે ભારતના બેંક ખાતામાં 2000ની નોટ જમા કરાવી શકો છો એટલે કે ડિપોજીટ કરાવી શકો છો, અને તેના માટે કોઈ લિમિટ નથી.
બીજી રીત
ઈન્ડિયા પોસ્ટ અથવા ભારતીય પોસ્ટ વિભાગમાં જઈ 2000ની નોટને આરબીઆઈ ઈશ્યુ ઓફિસ મોકલી શકાય છે. આ રકમ તેમના ભારતના એકાઉન્ટમાં જમા કરાવી શકો છો.
કોર્ટ અથવા લિગલ એજન્સીઓ, લો એનફોર્સમેન્ટ એજન્સી, કોઈ તપાસમાં જોડાયેલી એજન્સી, ઈન્વેસ્ટિગેશન એજન્સી અથવા ઈંફોર્સમેન્ટમાં સામેલ કોઈ પબ્લિક ઓથોરિટી પણ 2000 ની નોટ આરબીઆઈના દેશમાં ઉપલબ્ધ 19 ઈશ્યું ઓફિસમાં જમા કરાવી શકે છે. આમને નોટ જમા કરાવવાની કોઈ લિમિટ નથી.