વિશ્વના બીજા સૌથી મોટા હિન્દુ મંદિરને ખુલ્લુ મુકાયું છે. અમેરિકાના ન્યૂજર્સી પાસેના રોબિન્સવિલેમાં 12 વર્ષની મહેનત બાદ પ્રમુખ સ્વામી મહારાજના સ્વપ્ન સમાન ભવ્ય અક્ષરધામ મંદિરનો જાજરમાન મહોત્સવ સંપન્ન થયો. વિશ્વના બીજા સૌથી મોટા હિન્દુ મંદિરને ખુલ્લુ મુકાયું છે. અમેરિકાના ન્યૂજર્સી પાસેના રોબિન્સવિલેમાં 12 વર્ષની મહેનત બાદ પ્રમુખ સ્વામી મહારાજના સ્વપ્ન સમાન ભવ્ય અક્ષરધામ મંદિરનો જાજરમાન મહોત્સવ સંપન્ન થયો.
રોબિન્સવિલેમાં તૈયાર કરાયું છે ભવ્ય મંદિર
ન્યૂજર્સીના રોબિન્સવિલેમાં બીજા સૌથી વિશાળ અક્ષરધામ મંદિરમાં લોકાર્પણ સમારોહનો પ્રારંભ ભારતના રાષ્ટ્રગીતથી કરવામાં આવ્યો હતો.વિશ્વના બીજા સૌથી મોટા હિંદુ મંદિરની મહંત સ્વામી મહારાજના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ભારતના વિવિધ મંદિરો, પૌરાણિક ભારતના ઋષિ-મુનિ, ચાર વેદ તથા વેદિક પરંપરાનો પરિચય અમેરિકી ધરતી પર આપવામાં આવ્યો. આ સાથે વસુધૈવ કુટુમ્બકમના વિચારને અમેરિકી ધરતી પર વ્યાપકરૂપે રજૂ કરવામાં આવ્યો હતો. દસ દિવસ પછી 18 ઓક્ટોબરથી મુલાકાતીઓ માટે આ મંદિર ખુલ્લુ મુકાશે.
પ્રાચીન હિન્દુ ધર્મગ્રંથ અનુસાર મંદિરની ડિઝાઇન
ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરથી 90 કિમી દક્ષિણમાં આ મંદિર આવેલું છે. આ મંદિરને પ્રાચીન હિન્દુ ધર્મગ્રંથ અનુસાર ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેમાં 10 હજાર મૂર્તિઓ પ્રતિષ્ઠિત છે.ઉપરાંત ભારતીય સંગીત વાદ્ય અને નૃત્યકલાની નકશીકામ કરવામાં આવ્યું છે. આ મંદિર કમ્બોડિયાના અંગકોરવાટ બાદનું સૌથી મોટું મંદિર હોવાનું માનવામાં આવી રહ્યું છે. અક્ષરધામ હિન્દુ મંદિરને વાસ્તુકલા ધ્યાનમાં રાખીને નિર્માણ કરવામાં આવ્યું છે. આ અદ્વિતીય મંદિરની ડિઝાઇનમાં એક મુખ્ય મંદિર, 12 ઉપ મંદિર, 9 શિખર અને 9 પિરામીડ શિખરનો સમાવેશ થાય છે. અક્ષરધામ પારંપરિક પત્થર વાસ્તુકલાનો આ અત્યાર સુધીનો સૌથી મોટો અંડાકાર ગુંબજ છે.