મધ્યપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 57 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. CM શિવરાજ સિંહ ચૌહાણ બુધનીથી, રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા દતિયાથી, ગોપાલ ભાર્ગવ રેહલીથી, વિશ્વાસ સારંગ નરેલાથી અને તુલસીરામ સિલાવત સાવરથી ચૂંટણી લડશે.
भारतीय जनता पार्टी केन्द्रीय चुनाव समिति ने मध्य प्रदेश में होने वाले आगामी विधानसभा चुनाव 2023 के लिए निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। pic.twitter.com/JUfWJrYMtx
— BJP Madhya Pradesh (@BJP4MP) October 9, 2023
વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતા જ ભાજપે રાજસ્થાનની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં 41 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે તેની પ્રથમ યાદીમાં રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને દિયા કુમારી સહિત સાત સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે. આ યાદીમાં ઘણા ચોંકાવનારા નામો સામે આવ્યા છે. જયપુરના વિદ્યાધરનગરથી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરોન સિંહ શેખાવતના જમાઈ વર્તમાન ધારાસભ્ય નરપત સિંહ રાજવીની ટિકિટ રદ કરવામાં આવી છે.
भाजपा केन्द्रीय चुनाव समिति ने राजस्थान में होने वाले आगामी विधानसभा चुनाव 2023 के लिए निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। pic.twitter.com/tBvgTH0fHC
— BJP Rajasthan (@BJP4Rajasthan) October 9, 2023