ભારતના સૌથી ધનવાન વ્યક્તિની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Limited)ના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani Net Worth)એ બાજી મારી છે. અંબાણીએ અદાણી ગ્રુપ (Adani Group)ના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani)ને પાછળ છોડી દેશના સૌથી અમિર વ્યક્તિ બની ગયા છે. ‘360 વન વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2023’ની યાદીમાં ભારતના સૌથી ધનવાન વ્યક્તિઓની યાદીમાં નંબર-1 પર આવી ગયા છે.
હિંડનબર્ગના રિપોર્ટથી અદાણીને નેટવર્થ ડાઉન
હુરુન ઈન્ડિયા અને 360 વન હેલ્થએ આજે ‘360 વન વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2023’ની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ગૌતમ અદાણીની સંપત્તિ મુકેશ અંબાણીથી ઘણી ઓછી છે, કારણ કે જાન્યુઆરીમાં હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ (Hindenburg Research Report)ના કારણે અદાણી ગ્રુપની નેટવર્થ (Adani Group Net Worth)માં ધરખમ ઘટાડો થયો હતો.
મુકેશ અંબાણીની કેટલી સંપત્તિ ?
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ ગત દાયકામાં 150 અબજ ડૉલરથી વધુનું રોકાણ કર્યું, જે ભારતની અન્ય કંપનીઓથી વધુ છે. આ સમયગાળા દરમિયાન મુકેશ અંબાણીની સંપત્તિ 2014માં 1,65,100 કરોડ રૂપિયાથી વધીને 2023માં લગભગ 8,08,700 કરોડ રૂપિયા થઈ ગઈ, જેમાં ચાર ગણો વધારો જોવા મળી રહ્યો છે.
ગૌતમ અદાણી બીજા સ્થાને આવી ગયા
રિપોર્ટ મુજબ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી 4,74,800 કરોડની સંપત્તિ સાથે બીજા સ્થાને આવી ગયા છે. જ્યારે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના સંસ્થાપક સાઈરસ એસ.પૂનાવાલા ભારતના ત્રીજા નંબરના અમીર વ્યક્તિ છે અને તેમની સંપત્તિ 2,78,500 કરોડ રૂપિયા છે.
Top 10 in the 360 ONE Wealth Hurun India Rich List 2023.@KB_360_ONE @360ONEWealth @Yatinshahiiflw @maheshwari_anup @anmasc @AnasRahman pic.twitter.com/3VNZjNwNSr
— HURUN INDIA (@HurunReportInd) October 10, 2023
HCLના શિવ નાદર પાસે કેટલી સંપત્તિ છે.
એચસીએલના શિવ નાદર પાસે 2,28,900 કરોડ રૂપિયાની સંપત્તિ છે અને યાદીમાં તેઓ ચોથા સ્થાને છે. ત્યારબાદ ગોપીચંદ હિંદુજા અને પરિવાર 1,76,500 કરોડ રૂપિયા સાથે પાંચમાં ક્રમાંકે છે. સન ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝ ના સંસ્થાપક અને નેતા દિલીપ સંઘવી 1,64,300 કરોડ રૂપિયાની નેટવર્થ સાથે છઠ્ઠા સ્થાને છે.
ટોપ-10માં કોણ-કોણ સામેલ
એલએન મિત્તલ અને પરિવારની સંપત્તિ 1,62,300 કરોડ રૂપિયા, રાધાકિશન દામાણી 1,43,900 કરોડ રૂપિયા, કુમાર મંગલમ બિડલા (Kumar Mangalam Birla) એન્ડ ફેમિલીની સંપત્તિ 1,25,600 કરોડ રૂપિયા અને નીરજ બજાજ (Niraj Bajaj) એન્ડ ફેમિલી 1,20,700 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ટોપ-10 યાદીમાં સામેલ છે.
1319 વ્યક્તિઓ પાસે રૂ.1000 કરોડથી વધુની સંપત્તિ
360 વનના સહ-સંસ્થાપક અને 360 વન વેલ્થના સંયુક્ત સીઈઓ યતિન શાહે કહ્યું કે, હવે 1319 વ્યક્તિઓ પાસે રૂ.1000 કરોડની સંપત્તિ અથવા તેનાથી વધુની સંપત્તિ છે. તેમણે કહ્યું કે, છેલ્લા 5 વર્ષમાં 76 ટકાનો વધારો જોવા મળ્યો છે.